દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રખડતા પશુઓના નિયંત્રણ માટે પગલા લેવા માટે બેઠક યોજાઈ

0

દેવભૂમિ દ્વારકા જિલ્લાના શહેરી વિસ્તામાં રખડતા પશુઓના નિયમન માટે સરકારની માર્ગદર્શિકા તથા નામદાર કોર્ટની સુચના અન્વયે ખંભાળિયામાં જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લા કલેક્ટર અશોક શર્માના અધ્યક્ષસ્થાને મિંટીંગ યોજાઈ હતી. આ મિંટીંગમાં રખડતા ઢોર, ટ્રાફિક, ગેર કાયદેસર પાર્કિંગ, મરામત કરવા યોગ્ય રસ્તા વિગેરે પ્રશ્નોની સમીક્ષા કરી, લગત અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી. સાથે લાયઝનીંગ અધિકારીઓને જરૂરી સૂચનો આપ્યા હતા.
જિલ્લામાં અસરકારક કામગીરી કરવા માટે જરૂરી સૂચનો સાથે રખડતા ઢોરોના નિયંત્રણ માટે સરકારની માર્ગદર્શિકા, રખડતા ઢોરોના નિયંત્રણ માટે ગાઇડ લાઇનનો ચુસ્તપણે પાલન કરવા અનુરોધ કર્યો હતો.
આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર, પ્રાંત અધિકારી, નગરપાલીકાના પદાધિકારીઓ, ચીફ ઓફિસર વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

error: Content is protected !!