દેવભૂમિ દ્વારકા જિલ્લામાં માન્ય રાજકીય પક્ષો સાથે મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અન્વયે બેઠક યોજાઇ

0

દેવભૂમિ દ્વારકા જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને માન્ય રાજકીય પક્ષો સાથે મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અન્વયે બેઠક યોજાઇ હતી.
હાલમાં તા. ૨૭-૧૦-૨૦૨૩ થી ૦૯-૧૨-૨૦૨૩ સુધી મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૪ આયોજન કરવામાં આવ્યું છે. આગામી રવિવાર તારીખ ૫ અને ૨૬ નવેમ્બર તા. ૨ અને ૩ ડિસેમ્બરના ખાસ ઝુંબેશના દિવસોના રોજ જિલ્લાના તમામ મતદાન મથકોએ તા. ૧ જાન્યુઆરી ૨૦૨૪ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ યોજાશે.
જેમાં લાયકાત ધરાવનાર કોઈ નાગરિકનું મતદાર યાદીમાં નામ દાખલ કરવાનું બાકી હોય તો ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમમાં ૧૮ થી ૧૯ વર્ષની વય ધરાવતા હોય તેવા નાગરિકોના નામ નોંધણી કે ઉમેરવાના બાકી હોય તેઓને માટે આ ઝુંબેશ મહત્વની રહેશે. નાગરીકો સરળતાથી પોતાના નામની નોંધણી કરાવી શકશે. તા. ૦૧-૧૦-૨૦૨૪ સુધીમાં ૧૮ વર્ષ પૂર્ણ થતા હોય તેવા વ્યક્તિઓ પણ મતદારયાદીમાં નામ નોંધણી માટે ફોર્મ નં. ૬ ભરી શકશે. આગામી સમયમાં જ્યારે તેઓને ૧૮ વર્ષ પૂર્ણ થશે ત્યારે તેનો ર્નિણય કરવામાં આવશે. ત્યારબાદ તેઓનું નામ મતદારયાદીમાં દાખલ કરવામાં આવશે.
જિલ્લામાં હાલ કુલ ૫,૯૦,૭૫૭ મતદારો છે. જિલ્લાનો જેન્ડર રેશિયો ૯૪૬ તેમજ ઈ.પી. રેશિયો ૭૦.૨૦ ટકા છે.

error: Content is protected !!