ખંભાળિયાની હોસ્પિટલમાં વધુ એક તજજ્ઞ તબીબની સેવાઓ પ્રાપ્ય

0

ખંભાળિયામાં રેલ્વે સ્ટેશન રોડ ઉપર આવેલી જાણીતી વેદાંત હોસ્પિટલમાં વધુ એક જનરલ ફિઝિશિયન નિષ્ણાત તબીબ સેવારત બન્યા છે. ખંભાળિયામાં જાણીતા સેવાભાવી તબીબ ડોક્ટર અમિત નકુમની વેદાંત હોસ્પિટલ ખાતે છેલ્લા ઘણા વર્ષોના અનુભવી એવા જનરલ ફિઝિશિયન ડોક્ટર ઘનશ્યામ પિપરોતર કાર્યરત બન્યા છે. એમ.ડી. મેડિસિન ડોક્ટર પિપરોતર ભાણવડ પંથકના રહીશ છે અને અત્યાધુનિક સારવાર હૃદયરોગની બીમારી, કિડનીની બીમારી, ડાયાબિટીસ, બીપી, થાઇરોઇડ ઉપરાંત તાણ-આંચકી જેવી મગજની બીમારી સહિતના રોગ માટે તેઓ સમગ્ર પંથકમાં નિષ્ણાત છે. અહીં સેવારત બનેલા ડોક્ટર પિપરોતરને અહીંના સેવાભાવી અગ્રણી ઇન્દ્રજીતસિંહ પરમાર, જિલ્લાના અગ્રણી પત્રકાર કુંજનભાઈ રાડિયા, ડો. અમિતભાઈ નકુમ વિગેરેએ ભગવાન દ્વારકાધીશના ઉપરણા વડે આવકારીને શુભેચ્છાઓ પાઠવી હતી.

error: Content is protected !!