ખંભાળિયા પ્રાચીન, અર્વાચીન રાસ ગરબામાં સેવાભાવી આગેવાનોને સન્માનિત કરાયા

0

ખંભાળિયામાં તાજેતરમાં નવરાત્રીના અંતિમ ચરણમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે એક જાહેર રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિનામૂલ્યે ગરબા નિહાળવાના આ આયોજનમાં મુખ્ય આયોજક વિમલ ચાવડા તથા ટીમની ખાસ જહેમત વચ્ચે આ રાસ ગરબા માટે વિવિધ પ્રકારે સહયોગી થનારા હર્ષદભાઈ બેરા તથા સંદીપભાઈ બેરાનું દ્વારકાધીશની પ્રતિકૃતિ આપીને ખાસ સન્માન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં અહીંના અગ્રણી માનભા જાડેજા, ઇન્દ્રજીતસિંહ પરમાર, ડો. પી.વી. કંડોરીયા, પ્રભાત કાળુભાઈ ચાવડા, સગાભાઈ રાવલીયા, કૌશલભાઈ સવજાણી, દિલીપસિંહ ચાવડા, વિગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

error: Content is protected !!