ગુજરાત એટીએસની ટીમને કેન્દ્રીય ગૃહમંત્રાલયના સ્પેશિયલ ઓપરેશન એવોર્ડથી સન્માનિત કરાશે

0

દુબઇ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના કનેક્શનનો પર્દાફાશ કરી સૌથી મોટું ૧૫૦૦ કરોડનું ડ્રગ્સ કંસાઈનમેન્ટ પકડ્યું હતું

ગુજરાતના ગૌરવની યશકલગીમાં વધુ એક છોગુ ઉમેરાયું છે. ગુજરાત એન્ટી ટેરેરિસ્ટ સ્ક્વોડની ટીમને કેન્દ્રીય ગૃહ મંત્રાલયના સ્પેશિયલ ઓપરેશન એવોર્ડથી સન્માનિત કરવામાં આવનાર છે. ગત વર્ષે ઇન્ટેલિજન્સ ઇનપુટના આધારે ભારતની દરિયાઈ સીમામાં ઘૂસે તે પહેલાં જ ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપી લેવામાં આવ્યો હતો. આશરે ૧૫૦૦ કરોડનું ડ્રગ્સ પકડવાની સાથે મૂળ પાકિસ્તાન તથા અફઘાનિસ્તાનના અને ભારતના વિવિધ શહેરમાં રહેતા નાગરિકોની સંડોવણી સામે આવી હતી. ખૂબ જ ચોકસાઈ અને કુનેહપૂર્વક ડ્રગ્સના નેટવર્કને નેસ્તનાબૂદ કરવાની દિશામાં એટીએસની ટીમનો આ ચોટદાર પ્રહાર હતો. આ ઉત્કૃષ્ટ કામગીરી બદલ કેન્દ્રીય ગૃહમંત્રાલયના સ્પેશિયલ ઓપરેશન એવોર્ડ માટે ગુજરાત એટીએસના ડીઆઈજીની ટીમની પસંદગી કરવામાં આવી. જેમાં ડીઆઈજી દીપેન ભદ્રન, એસપી સુનિલ જાેશી તથા ઓપરેશનમાં સામેલ ટીમના સભ્યોને સન્માન જાહેર કરાયું છે. મહત્વપૂર્ણ વાત એ છે કે ડ્રગ્સ કેસમાં એક મહિલા પોલીસકર્મીની પણ અગત્યની ભૂમિકા રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ ડીઆઈજી દીપેન ભદ્રન ઈટંટ્ઠિર્ઙ્ઘિૈહટ્ઠિઅ ૈહંીઙ્મઙ્મૈખ્તીહષ્ઠી જૌઙ્મઙ્મજ મેડલથી સન્માનિત થઇ ચુક્યાં છે. એટલું જ નહીં કોસ્ટગાર્ડે ડીઆઈજી દીપેન ભદ્રન અને એસપી સુનીલ જાેશીને આઈસીજી કમેન્ડેશન (પ્રશંસા) એવોર્ડથી પણ સન્માનિત કર્યા હતા. આમ, આ એવોર્ડને પગલે ગુનાખોરી ડામવા માટે સક્રિય પોલીસ વિભાગનો અને ખાસ કરીને ગુજરાત એટીએસની ટીમનો જુસ્સો વધ્યો છે.

error: Content is protected !!