જૂનાગઢની ન્યુ નોવેલ્ટી ફર્નીચરનો મેગા ડ્રો-ર૦ર૩ યોજાયો

0

વૈશ્વિક કક્ષાના તમામ પ્રકારના ફર્નીચરની અવનવી વિશાળ રેન્જ સાથે છેલ્લા ૪૯ વર્ષથી સમગ્ર સૌરાષ્ટ્રના પરિવારોમાં વિશિષ્ટ સ્થાન પ્રાપ્ત કરનાર જૂનાગઢના ન્યુ નોવેલ્ટી ફર્નીચરનો વાર્ષિક મેગા ડ્રો-ર૦ર૩ યોજાયો હતો. આ તકે ગ્રાહકોને રૂા.૧પ.પ૧ લાખના વિવિધ ઈનામો આપી સન્માનિત કરાયા હતા.
સૌરાષ્ટ્રના સેંકડો પરિવારો સાથે પેઢી દર પેઢી નાતો ધરાવી અતુટ વિશ્વાસ સાથે પાંચ દશકાથી જાેડાયેલ ન્યુ નોવેલ્ટી ફર્નીચરના મેનેજમેન્ટે માય કાર્ડનું પણ લોન્ચીંગ કર્યુ હતું. આ કાર્ડથી ગ્રાહકોને ખરીદીમાં ફાયદો મળવા સાથે રોકડેથી ખરીદી કરવા કરતા ન્યુ નોવેલ્ટી ફર્નીચરના સભ્ય બનીને ખરીદી કરવાથી વિશેષ લાભ મળે છે તેમ ડ્રો માં જાહેર કરાયું હતું.
ડ્રો અંતર્ગત યોજાયેલ સમારોહમાં મોટી સંખ્યામાં ગ્રાહકો ઉપસ્થિત રહયા હતા. તેમને સંબોધતા ન્યુ નોવેલ્ટી ફર્નીચરના હરેશભાઈ ગોધવાણીએ જણાવ્યું હતું કે, ન્યુ નોવેલ્ટી ફર્નીચર સાથે પાંચ દશકાથી પેઢી દર પેઢી જાેડાયેલા ગ્રાહકો અને તેમના પરિવારોએ અમારા ઉપર વિશ્વાસ મુકયો છે તેની અમોને ખુશી છે અને તેમણે ગ્રાહકો જ સર્વોપરી હોવાનું જણાવ્યું હતું.
આ વર્ષના ડ્રો માં રૂા.૧પ,પ૧,૦૦૦ ના વિવિધ ઈનામો સાથે અનેક ગ્રાહકોને શુભેચ્છારૂપે પણ ઈનામો અપાયા હતા. અને ત્રણ નવી યોજનાઓનો પ્રારંભ કરાયો હતો. આ મેગા ડ્રો નું ફેસબુક, યુ-ટયુબ તેમજ જીટીપીએલ કેબલ દ્વારા લાઈવ પ્રસારણ કરાયું હતું. જેને ૩પ હજારથી વધુ ગ્રાહકોએ ઘરે બેઠા નિહાળ્યું હતું.
આ મેગા ડ્રોમાં વિવિધ ક્ષેત્રોના આગેવાનો અને અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા. આ અગ્રણીઓના હસ્તે વિવિધ સ્કીમના વિજેતા ગ્રાહકો તેમજ ઉપસ્થિત અનેક ગ્રાહકોને શુભેચ્છા ઈનામો આપી સન્માનિત કરાયા હતા.
કોઈપણ પ્રકારના ગૃહ ઉપયોગી કે વ્યવસાયિક ઉપયોગી ફર્નીચરની ખરીદી માટે ગ્રાહકોને અનુકુળતા રહે તે માટે ન્યુ નોવેલ્ટી ફર્નીચર દ્વારા બજાજ ફાયનાન્સ અને એચડીએફસી બેંક સાથે ટાયપ કરી સરળ ફાયનાન્સની ઉપલ્બધી થઈ રહે તે માટે પણ મેનેજમેન્ટ દ્વારા વિશિષ્ટ વ્યવસ્થાઓ કરવામાં આવે છે. વર્ષોથી ગ્રાહકોના વિશ્વાસ સાથે જાેડાયેલ ન્યુ નોવેલ્ટી ફર્નીચર જૂનાગઢ શહેરના વાડલા ફાટક સ્થિત સૌરાષ્ટ્રનો સૌથી વિશાળ અને અત્યાધુનિક ૩પ૦૦૦ સ્કવેર ફુટ જેટલી જગ્યામાં
શો-રૂમ ધરાવી શહેરના કોલેજ રોડ અને દોમડીયા વાડી ખાતે પણ શો-રૂમની બે બ્રાન્ચ કાર્યરત છે. જયાં અનુભવી સ્ટાફ સાથે મેનેજમેન્ટ ગ્રાહકોની સેવામાં પાંચ દશકાથી સતત કાર્યરત છે.

error: Content is protected !!