લોહાણા મહિલા મંડળ દ્વારા નવરાત્રી નિમિત્તે ગરબા સહિતની વિવિધ સ્પર્ધાઓ યોજાઈ

0

લોહાણા મહિલા મંડળના પ્રમુખ અલ્પાબેન ઉનડકટની અખબારી યાદી જણાવે છે કે, દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ જૂનાગઢ લોહાણા મહિલા મંડળ દ્વારા નવરાત્રીની ઉજવણી કરવામાં આવી હતી.
ગત તા. ૧૯ના રોજ લોહાણા મહાજન વાડી ખાતે નવરાત્રીની ઉજવણીના ભાગરૂપે ગરબાનું આયોજન કરાયુ હતુ. જેમા ર૦ થી ૪૦ વર્ષની ઉંમરની બહેનો તેમજ ૪૧ વર્ષથી ઉપરની બહેનોના બે ગૃપ રાખેલ હતા. ગરબા સ્પર્ધામાં વેલ પ્લે, વેલ ડ્રેસ સહીતના ઈનામોની લ્હાણી વરસાવવામાં આવી હતી.
આ ઉપરાંત સભ્ય બહેનોના પાંચથી ૧૪ વર્ષની ઉંમરના બાળકોનું ગૃપને પણ ગરબી રમાડવામાં આવી હતી.
દર વર્ષની જેમ આ વર્ષે પણ ગરબાના ઈનામો મોવડીશ્રી મીનાબેન ચગ અને ભારતીબેન ઘીયા તરફથી આપવામાં આવ્યા હતા. તેમજ ગરબા ઉપરાંત કંદોરો અને પીછવાઈ બનાવવાની સ્પર્ધા પણ યોજાઈ હતી. જેમા સભ્ય બહેનોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી માતાજીના નવલા નોરતા લીધા હતા.
સમગ્ર સ્પર્ધામાં જજ તરીકે મોનીકાબેન મશરૂ, મોનાલીબેન ગણાત્રા અને ચાંદનીબેન કોટેચાએ દેખરેખ રાખી હતી.
ગરબા સ્પર્ધામાં એ ગૃપમાં પ્રથમ ચાંદનીબેન સોઢા, દ્વિતિય બિનલબેન ઉનડકટ અને તૃતિય કુંજલબેન રૂપારેલીયા આવ્યા હતા. તેમજ બી ગૃપમાં પ્રથમ મેઘાબેન રૂપારેલીયા, દ્વિતિય હર્ષિતાબેન રૂપારેલીયા અને તૃતિય જયોતિબેન ઠકરારએ ગરબામાં સ્થાન મેળવ્યો હતો. તેમજ વેલડ્રેસ સ્પર્ધામાં એ ગૃપમાં ગીતાબેન કોટક અને બી ગૃપમાં ભાવનાબેન કોટેચાને ઈનામોથી નવાજવામાં આવ્યા હતા. તથા પીછવાઈ સ્પર્ધામાં પ્રથમ ક્રમે રીનાબેન રૂપારેલીયા, દ્વિતિય ક્રમે પારૂલબેન સુચક અને તૃતિય ક્રમે મૃદુલાબેન કારીયા અને ચોથા ક્રમે અનીલાબેન બથીયા રહ્યા હતા. તેમજ કંદોરા સ્પર્ધામાં પ્રથમ ક્રમે અલ્પબેન રાજાણી, દ્વિતિય ક્રમે ભાવનાબેન કોટેચા અને તૃતિય ક્રમે બિનલબેન ઉનડકટ અને ચોથા ક્રમે મેઘાબેન રૂપારેલીયાએ સ્થાન મેળવ્યુ હતુ. આ તકે મહિલા અગ્રણી પુજાબેન કારીયા, મીનાબેન દત્તા, આરતીબેન જાેષી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે લોહાણા મહિલા મંડળના સેક્રેટરી રશ્મીબેન વિઠ્ઠલાણી, ઉપપ્રમુખ રસીલાબેન સોઢા, ગીતાબેન કોટેચા, ક્રિષ્નાબેન અઢીયા, સાધનાબેન ર્નિમળ, પારૂલબેન સુચક, બિનલ ઉનડકટએ જહેમત ઉઠાવી હતી.

error: Content is protected !!