જૂનાગઢમાં જ્ઞાતિ પ્રમુખ વિશે અભદ્ર ટિપ્પણી કરતા પિતા-પુત્ર ઉપર પાંચ શખ્સોનો હુમલો : પોલીસ ફરિયાદ

0

જૂનાગઢમાં જ્ઞાતિ પ્રમુખ વિશે અભદ્ર કોમેન્ટ કરતા પિતા-પુત્ર ઉપર ૫ શખ્સોએ હુમલો કર્યો હતો. જ્યારે સમજાવવા આવેલ આધેડને પિતા-પુત્રએ ધોકો, છરી મારી હોવાની પોલીસમાં ફરિયાદ થઈ છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર, શહેરમાં રાણાવાવ ચોક પાસે આવેલ સંતૂર હોટલવાળી શેરીમાં નંદકિશોર એપાર્ટમેન્ટમાં રહેતા શાંતિલાલ પરમારે ભોઈ રાજપુત ગ્રુપ જૂનાગઢ નામના સોશિયલ મિડીયા ગ્રુપમાં જ્ઞાતિના પ્રમુખ વિશે કોમેન્ટ કરી હોવાના મનદુઃખથી સોમવારની રાત્રે સંજય જેઠવા આકાશ જેઠવા નૈમિશ ચુડાસા ઉમંગ ચુડાસા અને મયુર ચૌહાણ નામનાં ઈસમોએ શાંતિભાઈ તેમજ તેમના પુત્રો અમિત ઉપર લોખંડના પાઇપ, લાકડી વડે હુમલો કર્યો હતો. આ દરમ્યાન જ્ઞાતિના માણસો આવી જતા ઇસમોએ બીજી વાર આવી કોમેન્ટ કરેલ છે તો બંને બાપ-દિકરાને જાનથી મારી નાખશું તેવી ધમકી આપીને નાસી ગયા હતા. આ હુમલામાં પિતા-પુત્રને ઈજા થતા સિવીલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જયારે સામા પક્ષે જ્ઞાતિના છોકરાઓને સમજાવવા આવેલ મયુરભાઈ કરશનભાઈ ઉર્ફે કિશનભાઈ ચૌહાણ નામના આધેડ ઉપર શાંતિભાઈ અને તેના પુત્ર અમિતે લાકડાના ધોકા અને છરી વડે હુમલો કર્યો હતો. આ બનાવ અંગે બી ડીવીઝન પોલીસે સામસામે ફરીયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!