જૂનાગઢના જલારામભકિધામ ખાતે જલારામ જયંતિની થશે શાનદાર ઉજવણી

0

જલારામભકિધામ ખાતે જલારામ જયંતિની શાનદાર ઉજવણી થશે. સમગ્ર લોહાણા સમાજની નાત અને અન્ય જલારામભકતો માટેસમૂહ પ્રસાદ સહિતના ભાતીગળ કાર્યફમોનું આયોજન પૂ.જલારાબાપાની રર૪મી જન્મ જયંતિ કારતક શુદ ૭ તા.૧૯-૧૧-૨૦૨૩ રવિવારના રોજ ઉજવણી કરવા શ્રી જલારામ પરિવાર ટ્રસ્ટ દ્વારા વહેલી સવારથી મોડી રાત્રિ સુધીના ધાર્મિક, આધ્યાત્યમિક, સામાજિક, સાંસ્કૃતિક, સમાજસેવા કલ્યાણલક્ષી એવા અનેકવિધ કાર્યફમોનું આયોજન કરવામાં આવ્યું છે. સવારના મંગલા આરતી, અર્ચન-પૂજન બાદ પ્રથમ ધ્વજારોહણ મહેન્દ્રભાઈ રાજા પરિવાર કરશે. નવા પ્રોજેકટ સોલાર રૂટ ટોપ, ભોજનશાળાના મેદાનનો ડોમ અને લીફટનું દાતા ડો. પી.એન. આહયા હસ્તે લોકાર્પણ અને તકતી અનાવરણવિધિ,
બપોરના હરૂભાઈ તન્ના રાજભોગ ધરશે, રાજભોગ આરતી બાદ ધ્વિતિય ધ્વજારોહણ સ્વ. નવિનભાઈ હિન્ડોચા પરિવાર કરશે. અન્નકુટ દર્શન થશે, અન્નકુટ ભરશે ખુશાલભાઈ તન્ના, વૈષ્ણવ મહિલા મંડળ અને રાધા મહિલા મંડળ દ્વારા ભકિત સંગીત, ડો. વી.વી.પોપટ પરિવાર અને અન્ય ડોકટરોના સહયોગથી મેડીકલ કેમ્પ, સાંજે ૨૨૪ દિવડા સાથે દૈદિપ્યમાન સંધ્યા આરતી અને આરતી શણગાર સ્પર્ધા, સમગ્ર લોહાણા સમાજ અને અન્ય જલારામભકતો માટે સમૂહભોજન, રાત્રિના સાંસ્કૃતિક કાર્યકમો, પ્રોફેશનલ ડીગ્રીધારી વિદ્યાર્થીઓ, વિશિષ્ઠ વ્યકિતઓ અને ચક્ષુદાતાઓનું મરણોતર સન્માન, વિદ્યાર્થીઓ માટે સંપર્ક જયભવાની બુક સ્ટોર મો.૯૪૨૬૬ ૨૦૧૬ર, આરતી સ્પર્ધા માટે સંપર્ક ઉષાબા તન્ના મો.૮૧૬૦૭ ૦૮૯૪૧નો સંપર્ક સાધવા જણાવેલ છે. આવા અલૌકિક પ્રસંગે પધારવા સર્વે ધર્મપ્રેમી ભાઈ-બહેનોને જલારામ પરિવાર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી પ્રો. પી.બી. ઉનડકટ આમંત્રણ પાઠવેલ છે.

error: Content is protected !!