ભેંસાણના ખારચિયા ગામે મહિલા પર સિંહનો હુમલો

0

ભેસાણ તાલુકાના ખારચિયા ગામના પાદરમાં ગઈકાલે ઘેટા બકરા લઈને નીકળેલા એક માલધારી પરિવારની નિંદ્રાધીન મહિલા ઉપર એક સિંહે હુમલો કરીને કાનમાં ઈજા કરતા મહિલાને સારવાર માટે જૂનાગઢ સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા. મુળ દ્વારકાના નંદાણા ગામના પાલીબેન માતણભાઈ મોરી (ઉ.વ.૪૦)વાળાઓ ભેસાણના ખારચીયા ગામના પાદરમાં સુતા હોય દરમ્યાન વ્હેલી સવારે પાંચ વાગ્યાના અરસામાં સિંહે હુમલો કરતા કાન ઉપર પંજાે મારી દેતા તેમનો કાન ચિરાઈ ગયો હતો. બાદમાં તેઓને જૂનાગઢ સિવિલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા.

error: Content is protected !!