સોમનાથ મંદિર પરિસરમાં તરભ ખાતે પ્રસ્થાપિત થનાર વાળીનાથ મહાદેવ મહાશિવલિંગનો રૂદ્રાભિષેક કરાયો

0

શ્રદ્ધા અને આસ્થાના પ્રતીક એવા વિસનગર તાલુકાનાં તરભ ખાતે આવેલ આશરે ૯૦૦ વર્ષ પુરાણા ઇતિહાસ ધરાવતી રબારી સમાજની જગ્યામાં વાળીનાથ મહાદેવ પ્રાણ-પ્રતિષ્ઠા થનાર દેવતાઓની મૂર્તિઓ અને કલ્યાણકારી મહા શિવલિંગની ૧૨ જ્યોતિર્લિંગમાં રુદ્રાભિષેક મહાપૂજા તેમજ મહા આરતી અને પુજા અર્ચના કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે રવિવારની સાંજે પ્રથમ જ્યોતિલિંગ સોમનાથ મહાદેવના મંદિર પરિસરમાં રાત્રે ચાર પ્રહર રુદ્રાભિષેક મહાપૂજા તેમજ મહા આરતીનું સહિતની શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજા અર્ચના કરવામાં આવી હતી તેમજ સદભાવના ગ્રાઉન્ડ સોમનાથ ખાતે પ્રસાદી અને ભવ્ય લોક ડાયરાનુ આયોજન કરાયુ હતુ.
વિસનગર તાલુકાનાં તરભ ખાતે આવેલ શિવધામ વાળીનાથ મહાદેવ(અખાડા, તરભ)એ આશરે ૯૦૦ વર્ષ જુની રબારી સમાજ સહિતના સમાજની આસ્થાની જગ્યા છે ગુજરાત ભરના રબારી સમાજના આ આસ્થાની પૌરાણીક જગ્યામાં ગુજરાતમાં સોમનાથ પછીનુ બીજા નંબર સોથી મોટુ મહાદેવનુ ભવ્ય નવનિર્મિત પ્રતિષ્ઠિત મંદિર મુહૂર્ત આધારે તા. ૧૬થી ૨૨મી ફેબ્રુઆરી, ૨૦૨૪ને ગુરૂવારના રોજ ભગવાન વાળીનાથ મહાદેવની પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમ યોજનાર છે,પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમને અનુસંધાને કલ્યાણકારી મહાશિવલિંગની ૧૨ જ્યોતિર્લિંગ અને ચાર ધામમાં રુદ્રાભિષેક મહાપૂજા તેમજ મહા આરતી કરવામાં આવી રહી છે.જેના ભાગરૂપે ગુજરાતમાં ભવ્ય શિવલીંગનું નાગેશ્વર મહાદેવ દ્વારકામાં પુજા આરતી અને રુદ્રાઅભિષેક સહિતની શાસ્ત્રોક્ત વિધિ કરવામાં આવી હતી ત્યાર બાદ ભવ્ય શિવલીંગનું નાગેશ્વર મહાદેવ દ્વારકાથી સોમનાથ ખાતે ભવ્ય શોભાયાત્રા કરવામાં આવી હતી. ત્યારબાદ સોમનાથ ખાતે સોમનાથ મંદિર પરિસરથી નજીક પથિકાશ્રમ મેદાનમાં રાત્રે ૧૨ થી ૪ વાગ્યા સુધી ચાર પ્રહર ની રુદ્રાભિષેક મહાપુજા કરવામાં આવી હતી અને આ સમયે સોરાષ્ટ્ર રબારી સમાજ દ્વારા સર્જુગાન કરવામાં આવ્યુ હતુ.તેમજ તા.૦૬ નવેમ્બરના રોજ સવારે ૪ કલાકે ચાર પ્રહર ની ચાર મહાઆરતી કરવામાં આવશે તથા સવારે ૮ કલાકે મંદિર પરિસરમાં ભવ્ય શિવલીંગ ની પુજા અર્ચના કરવામાં આવી હતી.અને ભોજન નું આયોજન કરવામાં આવ્યુ હતુ અને ત્યારબાદ ભવ્ય લોકડાયરો યોજાયો હતો જેમાં ભાવી ભક્તો , સાધુ – સંતો, રાજકીય અને સામાજીક અગ્રણીઓ સહિતનો લોકો જાેડાયા હતા.તેમજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તાજેતરમાં ગુજરાત મુલાકાત દરમ્યાન ગાંધીનગરમાં સૌપ્રથમ રામ નામ લેખન યજ્ઞના કરાવેલા પ્રારંભને સોમનાથમાં રામમંદિર ખાતે લેખન યજ્ઞમાં વિસનગર તાલુકાના વાળીનાથ મંદિર તરભનાં પ.પુ.ધ.ધૂ ૧૦૦૮ શ્રી જયરામગીરી બાપુ મહંતશ્રી જયરામગીરી બાપુ પણ સોમનાથ ખાતે રામ મંદિરમાં મંત્ર લેખનમાં જાેડાયા હતા.અને સોમનાથ અને રામ મંદિર અદ્વિતીય સમાનતાઓ ધરાવે છે, વિસર્જન બાદ સર્જનની આ મહાગાથા રાષ્ટ્રની એકતાને સુદ્રઢ કરવાનું કાર્ય કરશે.સોમનાથમાં લખાયેલ રામ નામ અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સમયે સમર્પિત કરવામાં આવશે.નોધનીય છે કે શ્રી શિવધામ વાળીનાથ મહાદેવ(અખાડા, તરભ) નવનિર્મિત મંદિરમાં પ્રતિષ્ઠિત થનાર ભવ્ય શિવલિંગની યાત્રા ભારતભરમાં બાર જ્યોતિર્લિંગ તથા ચારધામ સાથે પાવનકારી જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ ખાતે પરિપૂર્ણ કરાઈ છે.અને વિસનગર તાલુકાનાં તરભ ખાતે તા.૧૬ થી ૨૨ ફેબ્રુઆરીના વિસનગર તાલુકાના તરભ ખાતે આવેલી વાળીનાથ મંદીરની જગ્યામાં વાળીનાથ મહાદેવની પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમ યોજાશે.આ પાવન અને કલ્યાણકારી પ્રસંગે સામાજિક અગ્રણીઓ તથા ભુવા આતા અને આઈ માતાઓ અને રાજકીય અને સામાજીક મહાનુભાવોએ અને ગુજરાત ભરના રબારી સમાજે હાજરી આપી હતી.

error: Content is protected !!