સિનીયર સીટીજનોના દુબઈ ટૂરમાં ફસાયેલ નાણાંના ચેક રિટર્ન કેસમાં સમાધાન : ચિફ જયુ. મેજીસ્ટ્રેટ એસ. એ. પઠાણની સરાહનીય કામગીરી

0

સિનીયર સીટીજન મંડળ-જુનાગઢ દ્વારા દુબઈ ટુરના પ્રવાસનુ આયોજન ૨૦૧૯ મા થયેલ હતુ. ”ટ્રાવેલ ટાઈમ” નામની ઓફીસ ચલાવતા સુનીલભાઈ તન્ના સાથે આ પ્રવાસ ગોઠવવામા આવેલ હતો. પ્રવાસ – ૮ દિવસ બાકી હોવા છતા દુબઈની ટીકીટ લોકોને મળેલ ન હતી. દિરહામ ખરીદવા ટીકીટ રજુ કરવી પડે. પરંતુ મજકુરે ટીકીટ જ દુબઈ જવાની લીધી ન હતી. જેથી આ પ્રવાસ કેન્સલ થયેલ હતો. જેથી ટ્રાવેલ ટાઈમ સંચાલકે સિનીયર સીટીજનો પાસેથી લીધેલ નાણાં
રૂા. ૧૯,૫૦,૦૦૦ પાછા આપવા માટે પોતે ચક દરેકના આપ્યા હતા. પરંતુ ચેક દરેક પોત પોતાના ખાતામા નાખતા મજકુર ‘‘ટ્રાવેલ ટાઈમ’’ ના ખાતામાં નાણા જ ન હતા. જેથી તમામ ૩૯ સભ્યોએ પ્રથમ જુનાગઢ બી. ડીવીઝન પોલીસ સ્ટેશનમા ફોજદારી ફરીયાદ ૪૦૬, ૪૨૦ મુજબ દાખલ કરેલ હતી. અને ત્યારબાદ નામદાર એડી. ચિફ જયુડી. મેજી. સાહેબની કોર્ટમા નેગોશીએબલ એકટની ફરીયાદ પણ દાખલ કરેલ હતી. સિનીયર સીટીજનો પોતાને ન્યાય મળે તે માટે વારવાર પોલીસ સ્ટેશન અને એસ. પી. કચેરી, ડી.આઈજી. કચેરીએ રજુઆત કરી હતી. બે- એસ. પી. ને અને બે– ડી.આઈ.જી.ની બદલી થઈ ગયેલ. ત્યારબાદ રૂબરૂ રજુઆત કરવાડી.આઈ.જી.પવાર પાસે ગયેલ હતા. સમગ્ર હકીકત જાણીને તાત્કાલીક પોતાની આઈ.જી. સ્કોડને સુચના આપેલ અને આ આરોપી ત્રણ દિવસમા મુંબઈથી પકડાઈ ગયેલ હતા. ત્યારબાદ આરોપીએ હાઈકોર્ટમાંથી જામીન મળવેલ અને છુટી ગયેલ હતો. અને આ કેસ-૪ વર્ષથી ચાલતો હતો.
પરંતુ ચીફ જયુ. મેજી. એસ. એ. પઠાણની કોર્ટમા કેસ ચાલતા તેમણે આ સિનીયર સીટીજનો ની મુશકેલી અને વ્યથા જાેઈને આરોપી અને ફરીયાદી બન્નેના વકીલોને કહ્યુ કે, આ કેસમા સમાધાન કરી શકાય. તમામને રૂબરૂ બોલાવો. તમામ સિનીયર સીટીજન ભાઈઓ તથા બહેનોને કોર્ટમા હાજર રહેલ અને આરોપી સુનિલ તન્ના પણ હાજર હતો. ચીફ જયુ.મેજીસ્ટ્રેટ એસ.એ.પઠાણે કહ્યુ કે, બન્ને પક્ષકારો બાધછોડ કરો અને કચેરી બહાર જઈને ચર્ચા કરીને મારી પાસે આવો. ચીફ જયુ.મેજીસ્ટ્રેટની મધ્યસ્થીને કારણે બન્ને પક્ષકારોએ સમાધાનની ફોર્મ્યુલા નકકી કરી બે મહીનામા તમામને નાણા ચુકવી આપવાની આરોપીએ મુદત લીધી હતી. અને જે મુદત પુરી થતા આરોપીએ કોર્ટમા પૈસા જમા કરાવેલ હતા. અને તા. ૪-૧૧-૨૦૨૩ ના રોજ તમામ સીનીયર સીટીજનોને પોતાના રોકાયેલ નાણાનો ચેક પરત આપવા કોર્ટે બોલાવેલ હતા. આ રીતે તમામ સીનીયર સીટીજનોને પોતાના નાણા પાછા મળી ગયેલ હતા. તમામ સીનીયર સીટીજનોએ ચીફ જયુ.મેજીસ્ટ્રેટ એસ.એ.પઠાણનો આભાર વ્યકત કરેલ હતો.
આ કેસમા ફરીયાદી ગોવિદભાઈ મોવલીયા હતા, અને સીનીયર સીટીજનોના આગેવાન તરીકે જેન્તીભાઈ શીલુ અને સીનીયર સીટીજનો હતા. આ કેસમાં વકીલ તરીકે કે. બી. સંઘવી રોકાયેલ હતા.

error: Content is protected !!