માણાવદરમાં ગાયત્રી મંદિર પાસે રહેતા ગિરીશભાઈ રામભાઈ ડાકી(ઉ.વ.૪ર)એ આરીફભાઈ તૈયબભાઈ સેતા રહે.કતકપરા તેમજ અજાણ્યા પાંચ માણસો વિરૂધ્ધ એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, આ કામના ફરિયાદીએ આરોપી નં-૧નું મોટરસાઈકલ એકાદ મહીના પહેલા રીપેરીંગ કરી આપેલ જે રીપેરીંગના રૂા.૮પ૦૦ બાકી હોય જેની ઉઘરાણી ફરિયાદીએ ફોન કરી કરતા ફરિયાદીને ભુંડી ગાળો કાઢી બાદમાં આરોપીઓ ફોરર્ચુનર કારમાં ફરિયાદીના ગેરેજએ આવી ગેરકાયદેસર મંડળી રચી આરોપી નં-૧એ છરી વતી ફરિયાદીને કપાળના ભાગે તથા જમણા હાથમાં ઈજા કરી તેમજ અજાણ્યા પાંચેય આરોપીઓએ લાકડા ધોકા તથા પાઈપ વતી ફરિયાદીને શરીરે આડેધડ માર મારી ફરિયાદીને બંને પગમાં તથા ડાબા હાથમાં તેમજ શરીરે મુંઢ ઈજાઓ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી જીલ્લા મેજી. જૂનાગઢના હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યા અંગેની ફરિયાદ પોલીસમાં નોંધાવતા માણાવદર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.