જૂનાગઢમાં મનદુઃખનો ખાર રાખી હુમલો : રૂા.૪૦૦ની લુંટ અંગે ત્રણ સામે ફરિયાદ

0

જૂનાગઢમાં મનદુઃખનો ખાર રાખી અને હુમલાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે. જુની સિવીલ હોસ્પિટલના ગેઈટની સામે માહિ દુધની દુકાનની પાસે બનેલા બનાવ અંગે એ ડીવીઝન પોલીસે આપેલી વિગત અનુસાર આ કામના ફરિયાદી સાહિલભાઈ આમદભાઈ દલ(ઉ.વ.ર૪, રહે.અજંટા ટોકીઝ, ફિલ્ટર પ્લાન્ટની બાજુમાં)એ ઈર્શાદ મેમણ, મુદશીર મેમણ, અબરાર શેખ સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવેલ છે કે, આ કામના આરોપી ઈર્શાદ મેમણ ફરિયાદીના ઘર પાસેથી ઘણીવાર નીકળતો ત્યારે ફરિયાદીને ગાળો કાઢતો જેથી ફરિયાદીએ તેને તે વખતે ના પાડતા તે વાતનું મનદુઃખ રાખી ઈર્શાદ મેમણ તેના કાકાના દિકરા મુદશીર મેમણ તથા તેના મિત્ર અબરાર શેખ સાથે આવીને ઈર્શાદ મેમણ ફરિયાદીને જેમફાવે તેમ ગાળો આપી પોતાની પાસે રહેલ છરી ફરિયાદીને મારવા જતા ફરિયાદીએ વચ્ચે હાથ આડો રાખતા ફરિયાદી નીચે બેસી ગયેલ તે વખતે આરોપી નં-રનાએ લોખંડના પાઈપથી કમરના ભાગે ઘા મારી ફ્રેકચર કરી ફરિયાદીના પેન્ટના ખીસ્સામાં રહેલ રૂા.૪૦૦ કાઢી લુંટ કરેલ તેમજ આરોપી નં-૩નાએ ડીસમીસ ફરિયાદી પાસે રાખી જાનથી મારી નાખવાની ધમકી આપી અને એકબીજાએ મદદગારી કરી જીલ્લા મેજી. જૂનાગઢના હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યા અંગેની ફરિયાદ પોલીસમાં નોંધાવતા પોલીસે આરોપીઓ વિરૂધ્ધ ઈપીકો કલમ ૩૯૪, ૩રપ, પ૦૬(ર), ર૯૪(ખ), ૧૪૪, જીપી એકટ ૧૩પ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!