જૂનાગઢમાં લગ્ન પ્રસંગે આવેલા મહેમાનોના ૫ મોબાઇલ ફોનની ચોરી

0

જૂનાગઢમાં લગ્ન પ્રસંગે આવેલા મહેમાનોના પાંચ મોબાઇલ ફોન વ્હેલી સવારે તસ્કરો ખુલ્લા ઘરમાં પ્રવેશીને ચોરી નાસી જતાં સનસનાટી મચી ગઈ છે. જૂનાગઢ શહેરના જાેષીપરામાં આવેલ આદિત્યનગર-૧માં રહેતા રમેશભાઈ છગનભાઈ મકવાણાને ત્યાં લગ્ન પ્રસંગ હોય જેથી લગ્નની તૈયારી માટે મોડી રાત્રી સુધી પરિવારજનો અને મહેમાનો બેઠા હતા અને આ પછી સુઈ ગયા હતા ત્યારે આ તકનો લાભ લઈને વહેલી સવારે ૩ઃ૩૦ થી ૫ દરમ્યાન તસ્કરો ખુલ્લા ઘરમાં પ્રવેશ્યા હતા અને પરિવારજનો સહિત મહેમાનોના રૂપિયા ૩૫,૦૦૦ના કિંમતના પાંચ મોબાઇલ ફોન ચોરીને નાસી ગયા હતા. આ અંગેની ફરિયાદના આધારે બી ડિવિઝન પોલીસે કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!