ગિરનારની લીલી પરિક્રમાને લઈને વન વિભાગ દ્વારા તડામાર તૈયારીઓ

0

આ વર્ષે ગિરિવર ગિરનારની લીલી પરિક્રમા કારતક સુદ અગિયારસને ગુરૂવાર તા.ર૩ નવેમ્બરથી કારતક સુદ પૂનમને સોમવાર તા.ર૭ નવેમ્બર સુધી યોજાનાર છે. ત્યારે આ પરિક્રમાને લઈને ભવનાથ જ્ઞાતિ સમાજાે-ઉતારા મંડળની બેઠક મળી હતી. જેમાં આ વર્ષે ૧પ લાખથી વધુ ભાવિકો ઉમટી પડે તેવો અંદાજ લગાવવામાં આવ્યો છે. ત્યારે જેને લઈને વન વિભાગ દ્વારા રોડ-રસ્તાના કામો, ઝાડી-ઝાખરા દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ૩૬ કિલોમીટરના રૂટ ઉપર લાખો પરિક્રમાર્થીઓ ઉમટી પડે છે ત્યારે તેમને ચાલવા માટે રૂટના રસ્તાનું રિપેરીંગ માટે વન વિભાગ દ્વારા જેસીબીની મદદથી કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત રૂટ ઉપર અલગ-અલગ સુત્રો વન્યપ્રાણીઓને ખલેલ ન પહોંચાડવું, કોઈ ખાદ્ય ચીજવસ્તુ ન આપવી, સ્વચ્છતા જાળવવી, ગંદકી ના કરવી, કચરો જયાંત્યાં ના ફેંકવો વિગેરે દ્વારા ગિરનાર ક્ષેત્ર અને જંગલ વિસ્તારમાં સ્વચ્છતા જળવાય તે માટે વન વિભાગ દ્વારા તૈયારી કરવામાં આવી છે.

error: Content is protected !!