ખંભાળિયાના ગોઈંજના મૂળ વતની અને અમેરિકાના ચંદ્રકાંત સુમરીયાનું અમદાવાદ ખાતે અવસાન

0

તારક મહેતાના જમાઈ કવિ, લેખક, અને નાટ્યકાર ચંદ્રકાંતભાઈના અવસાનથી શોક

દુનિયાને ઉંધા ચશ્મા ફેઈમ તારક મહેતાના જમાઈ અને ખંભાળિયા તાલુકાના ગોઈંજ ગામના મૂળ વતની એવા ચંદ્રકાંતભાઈ હંસરાજભાઈ સુમરીયાનું ૬૮ વર્ષની વયે અમદાવાદ ખાતે નિધન થતાં સમગ્ર મહાજન સમાજમાં ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી છે. બોસ્ટન (અમેરિકા)માં સ્થાયી થયેલા અને છેલ્લે અમદાવાદમાં રહેતા ચંદ્રકાંતભાઈ સુમરીયા કવિ, લેખક, નાટ્યકાર, સંપાદક, આયોજક, વાર્તાકાર, અભિનેતા અને ફિલ્મ નિર્દેશક સાથે પોતાનો આઈ.ટી. બિઝનેસ પણ ધરાવતા હતા. તેમની વાર્તા ઉપરથી “માલામાલ વિકલી” ફિલ્મ નીરજ વોરાએ ડેવલપ કરેલી. આ ઉપરાંત “ઓ માય ગોડ” ફિલ્મમાં પણ તેમનું મહત્વનું યોગદાન રહ્યું હતું. વિશ્વ વિખ્યાત હાસ્યકાર સ્વ. તારક મહેતાના જમાઈ એવા ચંદ્રકાંતભાઈને લઈને જાણીતા કટાર લેખક જય વસાવડાએ પણ શ્રદ્ધાંજલિ અર્પતા જણાવ્યું હતું કે “ચંદ્રકાંતભાઈ પાસે બધું ટીકડી ટી નોલેજ હોય. માણસ કાયમ નવો, નખશિખ મસ્તીમાં મધમધતો, રસીકજન સાથે ખરા અર્થમાં કાઠીયાવાડી મૂળિયાનું એવું વૃક્ષ કે જેની શાખા આખી દુનિયામાં છે”. જય વસાવડાએ તેમને શ્રદ્ધાંજલિ આપતા પંક્તિ કરી હતી કે, “તમારા જીન્સ જીવે છે વ્હાલા, જીવશે બ્લુ લગનને પેલે પાર ઝાઝેરા જુવાર.”

error: Content is protected !!