ગીર સોમનાથના પ્રશ્નાવડાના સરપંચના ઘરમાં તસ્કરો ત્રાટકયા, ૬ લાખ રોકડા અને ૧૫ લાખના દાગીના ચોરી ગયા

0

ગીર સોમનાથ જિલ્લા ના સુત્રાપાડા તાબાના પ્રશ્નાવડા ગામે સરપંચના મકાનના દરવાજાની સ્ટોપર તોડી કબાટમાં રહેલા રોકડા રૂા.૬ લાખ તથા ૩૬ તોલા સોનાના દાગીના મળી કુલ રૂા.૨૧,૮૮,૬૧૭ ની ચોરી થયેલ હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે તસ્કરોને ઝડપવા ચક્રો ગતિમાન કરેલ છે. આ ચોરી કોઈ જાણભેદુએ કરી હોવાની ચર્ચા લોકોમાં થઈ રહી છે.
આ બનાવની પોલીસમાંથી પ્રાપ્ત માહીતી મુજબ પ્રશ્નાવડા ગામના સરપંચ કેશુભાઇ નાથાભાઇ જાદવ ઉ.વ.૪૮ ના મકાનમાં ગત તા.૫ ના કેશુભાઇ અમદાવાદ ગયેલ હોય ત્યારે તેમના મકાનના ઉપરના ભાગે આવેલ મેઇન દરવાજાની સ્ટોપરનો આગરીયો કોઇ તસ્કરોએ તોડી બેડરૂમના કબાટના દરવાજા ચતુરાઇ પૂર્વક તોડી રોકડા રૂા.૬ લાખ તથા (૧) સોનાનો કુંદન સેટ ૧૯.૬૫ તોલાનો સેટ કીં.રૂા. ૧૧,૮૮,૮૬૦ (૨) બુટી સાથે સવા તોલાનો કીં.રૂા.૩૭,૨૫૭ (૩) સોનાનો દોરો ત્રણ તોલાનો કીં.રૂા.૭૫ હજાર (૪) સોનાના દોરો અઢી તોલાનો કીં.રૂા.૬૨,૫૦૦ તથા સોનાનો દોરો એક તોલાના બે ચેઇન રૂા.૫૦ હજાર (૫) સોનાનું મંગળસુત્ર ચાર તોલાનું કીં.રૂા.૧ લાખ (૭) સોનાનો સેટ બુટી સાથે ત્રણ તોલા કીં.રૂા.૭૫ હજાર મળી કુલ ૩૬ તોલા સોનાની કીં.રૂા.૧૫,૮૮,૬૧૭ તથા રોકડા મળી કુલ રૂા.૨૧,૮૮,૬૧૭ ની ચોરી થયેલ હોવાની ફરીયાદ નોંધાવતા વધુ તપાસ પી.એસ.આઇ. એન.એ.વાઘેલા એ હાથ ધરેલ છે.

error: Content is protected !!