કેશોદ તાલુકામાં મગફળીનું રેકર્ડ બ્રેક ઉત્પાદન ખેડુતો ખુશખુશાલ

0

આખા વર્ષ દરમિયાન ચોમાસુ પાક ખેડુતો માટે મહત્ત્વનો પાક ગણાયછે જેમાં વધુ પડતા ખેડુતો મગફળીનું વાવેતર કરેછે હાલના વર્ષે ૮૫૦૦ હેકટરમાં આગોતરી મગફળીનું વાવેતર થયુ હતું ત્યાર બાદ વાવણી લાયક વરસાદ થતાં ૩૭૫૦૦ હેકટરમાં મગફળી ૪૭૦૦ હેકટરમાં સોયાબીન ૨૨૦૦ હેકટરમાં તુવેર ૨૦૦ હેકટરમાં દિવેલા ૧૧૫ હેકટરમાં કપાસ સહીતનું કેશોદ તાલુકામાં વાવેતર થયુછે મગફળીમાં કેશોદ તાલુકામાં દર વર્ષે સરેરાશ વીસથી બાવીસ મણનું પ્રતી વિઘે ઉત્પાદન થાયછે જેની સરખામણીમાં હાલના વર્ષે વીસથી ચાલીસ મણ સુધીનુ પ્રતી વિઘે ઉત્પાદન ઉત્પાદન જાેવા મળી રહ્યુછે સરેરાશ પચ્ચાસ મણનું પ્રતી વિઘે મગફળીનું ઉત્પાદન થવાની ધારણા હોવાનુ ખેડુતોમાં ચર્ચાઈ રહ્યુંછે હાલમાં વીસ મણના સરકારી ટેકાના ભાવ સાડા પચ્ચીસ હજાર નક્કી કરવામા આવ્યોછે ત્યારે અઠયાવીસ હજાર આજુબાજુના બજાર ભાવ જાેવા મળી રહયાછે જેથી ખેડુતો સરકારી ટેકાના ભાવે મગફળીનું વેચાણ કરવાનું ટાળી રહયાછે સરકારી ટેકાના ભાવ કરતા બેથી ત્રણ હજાર રૂપીયાનો પ્રતી વીસ મણ બજાર ભાવ વધુ જાેવા મળી રહ્યોછે મગફળીમાં છેલ્લા બે વર્ષથી ચીકનગુનીયા રોગથી મગફળીના ભાવ કપાત થતા ખેડુતોને નુકશાની ભોગવવી પડી રહીછે ચીકનગુનીયા રોગથી મગફળીના ડોડવા તથા મગફળીના દાણા કાળા પડી જતાં ભાવમાં ઘટાડો જાેવા મળેછે હાલમાં અઠયાવીસ આજુબાજુના મગફળીના વીસ મણના ભાવ જાેવા મળી રહયાછે આગામી ત્રણ ચાર મહીનામાં ત્રીસ હજારથી વધુ મગફળીના ભાવ થવાની સંભાવના પણ સેવાઈ રહીછે ત્યારે મગફળીના ભાવ કેટલો પહોંચશે એ તો આવનારો સમય જ બતાવશે પણ હાલના વર્ષે મગફળીના સારા ઉત્પાદનથી ખેડુતોમાં ખુશીનો માહોલ જાેવા મળી રહ્યો છે.હાલના વર્ષે કેશોદ તાલુકામાં ચોમાસામાં છેલ્લા દિવસોમાં મેઘરાજાએ લાંબો વિરામ લેતા પાણીના તળ ઉંડા જવાથી પાણીની ઘટના ડરથી જીરૂનુ મોટાપાયે વાવેતર થાય તેવી શક્યતા સેવાઇ રહીછે સાથે સફેદ ચણાનું વાવેતર કેશોદ તાલુકામાં વધારે થાય તેવો અંદાજ સેવાઈ રહ્યોછે ત્યાર બાદ ધાણા ચણા જુવાર ઘાસચારા સહીતનું વાવેતર થવાની શક્યતા સેવાઇ રહીછે શિયાળામાં વધુ પડતા ઘઉંના થતા વાવેતરમાં હાલના વર્ષે મોટો કાપ મુકાય તેવુ પણ લાગી રહયુછે બહુ ઓછા પ્રમાણમાં ઘઉંનું કેશોદ તાલુકામાં વાવેતર થાય તેવી પરિસ્થિતિ જાેવા મળી રહીછે હાલમાં જીરૂ ચણા જુવાર સહીતના વાવેતર થઈ ચુકીછે આગામી દિવસોમાં અન્ય વાવેતર થશે મગફળીના સારા ઉત્પાદન સામે ખેડૂતોને પ્રતી વીસ મણ ત્રીસ હજાર બજાર ભાવ મળે તેવી ખેડુતો આશા સેવી રહ્યા છે ત્યારે મગફળીના ભાવ ક્યા સુધી પહોંચશે તે જાેવાનું રહ્યું હાલમાં જરૂરીયાતમંદ ખેડુતો પ્રતી વીસ મણ સીતાવીસથી અઠયાવીસ હજાર સુધીના ભાવમાં મગફળીનું વેચાણ કરી રહયા છે.

error: Content is protected !!