જૂનાગઢ મહાનગર ભારતીય જનતા યુવા મોરચા દ્વારા આગામી લોકસભાને લઈને રાષ્ટ્રીય કાર્યક્રમ મંડળ સશક્તિકરણ તેમજ કાર્યશાળા જૂનાગઢ મહાનગર ખાતે યોજાઇ હતી. ભારત દેશના કુલ ૧૬,૧૮૫ મંડળોમાં ભારતીય જનતા યુવા મોરચા દ્વારા મંડળ શક્તિ કરણ અભિયાન યોજવામાં આવેલ હતું. જેમાં ભારતીય જનતા યુવા મોરચા જૂનાગઢ મહાનગર દ્વારા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હાથ મજબૂત કરવા તેમજ લોકસભા ઇલેક્શન પહેલા ભારતીય જનતા યુવા મોરચાના મંડળને સશક્ત કરવા માટેની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં જૂનાગઢ મહાનગર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ પુનિતભાઈ શર્મા પ્રદેશ ભારતીય જનતા યુવા મોરચાના ઉપાધ્યક્ષ હાર્દિકસિંહ ડોડીયા તેમજ ભારતીય જનતા યુવા મોરચાના અધ્યક્ષ વિનસભાઈ હદવાણીની ઉપસ્થિતિમાં ભારતીય જનતા યુવા મોરચા જૂનાગઢ મહાનગરની મંડળ સશક્તિકરણની બેઠક યોજાઇ હતી. આ બેઠકને સફળ બનાવવા માટે ભારતીય જનતા યુવા મોરચાના મહામંત્રી અભયભાઈ રીબડીયા, પરાગભાઈ રાઠોડ, પ્રદેશ સોશિયલ મીડિયા કન્વીનર રવિભાઈ વિકાણી તેમજ આ કાર્યક્રમના ઇન્ચાર્જ ચિરાગભાઈ જાેશી, અનિલભાઈ પરમાર તેમજ ભારતીય જનતા યુવા મોરચાની મુખ્ય ટીમે જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમના અંતે દરેક મંડળના પ્રમુખને પોતાના વોર્ડની ટીમ કારોબારી તેમજ શક્તિ કેન્દ્રો સુધીના ગઠનની જવાબદારીઓ આપી હતી. ત્યારબાદ તારીખ ૧-૧૨-૨૦૨૩થી લઈને ૫-૧૨-૨૦૨૩ સુધીની મંડળની બેઠકો યોજવામાં આવશે. તે બેઠકમાં દરેક વોર્ડના પ્રભારીઓ તેમજ મહાનગરની ટીમ વોર્ડમાં પ્રવાસ કરશે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોનું માર્ગદર્શન કરશે.