પ્રાચી તીર્થ ખાતે સમસ્ત વાંઝા દરજી સમાજ સુત્રાપાડા પ્રાચી દ્વારા સમુહલગ્ન ઉત્સવ યોજાયો

0

પ્રાચી તીર્થ ખાતે સમસ્ત વાંઝા દરજી સમાજ સુત્રાપાડા પ્રાચી દ્વારા બીજાે સમુહલગ્ન ઉત્સવ ટીંબડી ગામ ખાતે યોજાયો હતો. જેમાં ૧૫ નવદંપતીઓએ પ્રભુતામાં પગલા માંડ્યા હતા અને લગ્ન સમારંભના ખોટા ખર્ચાઓને અને કુરિવાજાેને તીલાંજલી આપવામાં આવી હતી. બીજા સમૂહ લગ્નોત્સવની શુભ શરૂઆત દીપ પ્રાગટ્ય દ્વારા પ્રમુખ જગદીશભાઇ એલ. વઢવાણા દ્વારા કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવેલ હતો સાથે જ્ઞાતિ બંધુ ભાઈઓ બહેનો તથા બાળકો દ્વારા શ્રી હિંગળાજ માતાની સમૂહ આરતી કરવામાં આવેલ હતી. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ વિશેષ નિહારિકાબેન ગોહેલ રાજકોટ, રશ્મિકાંતભાઈ ડોડીયા બગસરા, રજનીકાંતભાઈ હાથલીયા મંત્રી જૂનાગઢ, એ.પી. જેઠવા ઉના, જગદીશભાઈ વાઢેર અમદાવાદ, પ્રવીણભાઈ હિંગુ પ્રમુખ ઉના, અમિતભાઈ નાંઢા પ્રમુખ જૂનાગઢ, મિલાપભાઈ ચાવડા પ્રમુખ રાજકોટ, ભીખાભાઈ વઢવાણા પ્રમુખ તાલાળા, ભુપતભાઈ જેઠવા ઉપપ્રમુખ તાલાળા, પ્રફુલભાઈ ઝાલા ગીર સોમનાથ જિલ્લા ઉપપ્રમુખ ઉના, અશોકભાઈ ભુંડીયા પ્રમુખ જૂનાગઢ, હસમુખભાઈ ચુડાસમા ઉપપ્રમુખ કોડીનાર, હરિભાઈ વઢવાણા માજી પ્રમુખ સુત્રાપાડા, જગજીવનભાઈ પઢિયાર માજી ઉપપ્રમુખ પ્રાચી, દીપકભાઈ વૈયાટા પ્રમુખ પ્રભાસ-પાટણ, મહેશભાઈ જેઠવા વેરાવળ, જેન્તીભાઈ રાઠોડ સુરત, જીવનભાઈ ગોહિલ સુરત, દિનેશભાઈ ચુડાસમા સુત્રાપાડા, કિરીટભાઈ ભરખડા પોરબંદર, વિનોદભાઈ જેઠવા બગસરા, અશ્વિનભાઈ વઢવાણા રાજકોટ, અલ્પેશભાઈ હિંગુ રાજકોટ, વિનોદભાઈ વઢવાણા પ્રમુખ સુત્રાપાડા, અસ્મિતાબેન વઢવાણા પ્રમુખ સુત્રાપાડા, નીતાબેન દ્વારકા, ગીતાબેન ચાવડા ચોરવાડ, રાજવીરસિંહભાઈ ઝાલા ગીર સોમનાથ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ, પ્રતાપભાઈ બારડ, ધર્મેન્દ્રભાઈ પરમાર તથા આ કાર્યક્રમનું સ્ટેજનું સુંદર સંચાલન દિનેશભાઈ ગોહિલ કોડીનાર, અલ્પેશભાઈ ગોહિલ કોડીનાર, રાહુલભાઇ જેઠવા રાજકોટ દ્વારા કરવામાં આવેલ. વિશાળ સંખ્યામાં જ્ઞાતિબંધુઓ ઉપસ્થિત રહેલ. આ આયોજનને સફળ બનાવવા દાતાઓ દ્વારા ઉદાર હાથે દાન કરેલ તથા આ સમૂહ લગ્નમાં દીકરીઓને ૪૦ જેટલી વસ્તુઓ કરિયાવરમાં ભેટ આપવામાં આવી હતી અને સર્વ જ્ઞાતિબંધુએ સાથ અને સહકાર તેમજ સમય દાન આપી પ્રભુતામાં પગલા પાડતા ૧૫ નવ દંપતી ઓને મહાનુભાવો દ્વારા આશીર્વચન પાઠવેલ હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા સુત્રાપાડા પ્રાચી કમિટી, યુવા કમિટી સુત્રાપાડા, મહિલા યુવા કમિટી સુત્રાપાડા તેમજ સર્વ જ્ઞાતિ બંધુઓએ સાથ અને સહકાર આપવા બદલ પ્રમુખ જગદીશભાઇ એલ. વઢવાણા દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવેલ હતો.

error: Content is protected !!