જૂનાગઢના ખામધ્રોળ સહિતના વિસ્તારોમાં દિપડાના આંટાફેરાથી લોકોમાં ભય

0

જૂનાગઢ નજીકના વિસ્તારો તેમજ જંગલ વિસ્તારમાં દિપડાના હુમલા રોજીંદી ઘટના : લોકોએ ઘરની બહાર કેમ નીકળવું ?

ગિરનાર જંગલની નજીક આવેલા જૂનાગઢ શહેરમાં હવે દિપડાના આંટાફેરા વધી ગયા છે. જંગલ વિસ્તાર મુકીને દિપડો હવે રહેણાંક વિસ્તાર તરફ આવી ચડતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. તાજેતરમાં જ દોલતપરા વિસ્તારમાં દિપડાની હુમલાની ઘટના બની હતી. જાેકે, માતા-પિતાએ હિંમત દાખવી અને પોતાના બાળકને દિપડાના પંજામાંથી મુકત કરાવ્યું હતું અને બાળકને સમયસરની સારવાર અપાવી અને જીવનદાન અપાવી દીધુ હતું. આ ઘટનાને કારણે દોલતપરા વિસ્તારમાં લોકોમાં ભય ઉઠવા પામેલ છે તો બીજી તરફ ગઈકાલે સાંજના સમયે ખામધ્રોળ રોડ ૬૬ કેવી પાસેના ક્રેબીજ સોસાયટીમાં વાડી વિસ્તારમાંથી એક દિપડો આવી ચડયાનું સ્થાનિક રહીશો તેમજ એક વાડીમાં કામ કરતા શ્રમિકે પણ દિપડો નિહાળ્યો હોવાનું બહાર આવતા ખામધ્રોળ વિસ્તારના લોકોમાં ફફડાટ ફેલાયો હતો. દરમ્યાન સ્થાનિ રહેવાશી એવા સમીરભાઈ સમાએ જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં દિપડો જાેયાની વાત મળતા તાત્કાલીક વન વિભાને પણ આ અંગેની જાણ કરવામાં આવી હતી. વન વિભાગના એક કર્મચારી સ્થળ ઉપર આવ્યા હતા અને તેઓએ રાતે પાંજરૂ મુકયું હતું. આ લખાય છે ત્યાં સુધી હજુ દિપડો પાંજરે પુરાયો નથી. બીજી તરફ તાજેતરમાં જ ગરવા ગિરનારની લીલી પરિક્રમાનો મેળો યોજાયો હતો. આ મેળા દરમ્યાન પણ એક બાળકી ઉપર દિપડાએ હુમલો કરી તેને મોતને હવાલે કરી હતી. તો બીજી તરફ ભેંસાણ નજીક પણ દિપડાના હુમલાના બનાવમાં એક બાળકીનું મૃત્યું થયું છે. જંગલ વિસ્તાર તેમજ જૂનાગઢ અને આસપાસના વિસ્તારોમાં દિપડાની અવર-જવર અને હુમલાના બનાવો સતત બની રહ્યા છે. જૂનાગઢ શહેરમાં આવેલા દોલતપરા, ખામધ્રોળ રોડ, ૬૬ કેવી પાસેના કેબ્રિજ સોસાયટીમાં વાડી વિસ્તારમાં પણ દિપડો નજરે પડયો છે ત્યારે આ દિપડો કોઈને નુકસાન પહોંચાડે તે પહેલા વન વિભાગ દ્વારા દિપડાને પાંજરે પુરવામાં આવે તેવી માંગણી છે. દિપડાના આંટાફેરાને પગલે સોસાયટી વિસ્તારમાં ભયનો માહોલ ઉઠવા પામ્યો છે.

error: Content is protected !!