જૂનાગઢના વિલિંગ્ડન ડેમ વિસ્તારમાં પાંચ સાવજાેએ દેખા દીધી

0

ચોમાસા પછી પહેલીવાર ડેમના કાંઠે જાેવા મળેલા પાંચેય સાવજાેના ગ્રુપ ઉપર વન વિભાગની ચાંપતી નજર

જૂનાગઢ નજીક આવેલા ભવનાથ તળેટી વિસ્તારમાં તેમજ ગિરનાર દરવાજા નજીક અવાર-નવાર જંગલના રાજા વનરાજ અને તેમનો પરિવાર દેખા દેતો હતો અને છેલ્લા ચાર-પાંચ મહિનાથી વનરાજની લટારો બંધ થઈ હતી. આ દરમ્યાન ચોમાસા પછી ગઈકાલે વિલિંગ્ડન ડેમ વિસ્તારમાં એક સાથે પાંચ જેટલા વનરાજાે જાેવા મળ્યા છે. ચોમાસા પછી પહેલીવાર ડેમના કાંઠે વનરાજે ધામા નાખ્યા છે. દાતારના ડુંગરા ઉતરીને પાંચ સાવજાે વિલિંગ્ડન ડેમ વિસ્તારમાં ઉતરી પડયા હોવાનું જાણવા મળે છે. આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર, ચોમાસા પછી પહેલીવાર ગઈકાલે વિલિંગ્ડન ડેમ વિસ્તારમાં ફરીવાર સિંહોની અવર-જવર જાેવા મળી છે. ગઈકાલે સવારથી દાતારના ડુંગર ઉતરીને પાંચ જેટલા સાવજાેએ અલગ-અલગ વિસ્તારોમાં આંટાફેરા મારતા નજરે ચડતા વન વિભાગ દ્વારા હાલ પાંચેય વનરાજ ઉપર વોચ ગોઠવી મોનીટરીંગ શરૂ કર્યું છે. ગિરનાર અભયારણ્યમાં ૧૦૦થી વધુ દિપડાએ અને પ૦થી વધુ સાવજાેની વસવાટ છે. જેમાં અમુક સિંહો દાતારના ડુંગરામાં વસે છે. આ સિંહો અનેકવાર તે વિસ્તારમાંથી ઉતરીને વાઘેશ્વરી મંદિર તરફ અને તળેટી વિસ્તારમાં અને તો બીજી તરફ વિલિંગ્ડન ડેમ તરફના કાંઠા વિસ્તારમાં આવી ચડતા હોય છે ત્યારે તાજેતરમાં ચોમાસાની સિઝનમાં સિંહોની અવર-જવર ઓછી થયેલ હતી. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી ઠંડીની મૌસમ શરૂ થતા સિંહો ફરી નીચે દાતારની તળેટી વિસ્તારમાં આવેલ ડેમ સાઈટ ઉપર નજરે ચડી રહ્યા છે. ગઈકાલે સવારથી સાંજ સુધીમાં અનેકવાર અલગ-અલગ જગ્યાએ જેમ કે, ડેમના કાંઠા વિસ્તાર, દાતારની સીડીઓ ઉપર અને ડેમના ગેઈટ તરફના જંગલ વિસ્તારમાં પાંચ જેટલા સિંહોના એક ગ્રુપના આંટાફેરા જાેવા મળ્યા હતા. હાલમાં આ પાંચેય સિંહોના ગ્રુપ વન વિભાગ દ્વારા નજર રાખવામાં આવી રહી છે.

error: Content is protected !!