જૂનાગઢના જાેષીપરાની સગીરાનું અપહરણ કેસમાં આરોપીની અટક, જેલ હવાલે કરાયો

0

જાેષીપરા વિસ્તારની સગીરાનું અપહરણ કરી લઈ જનાર આરોપીની પોલીસે અટક કરી તેને જેલમાં મોકલી આપ્યો હતો. શહેરનાં જાેષીપરા વિસ્તારમાં રહેતા એક પરિવારની ૧૭ વર્ષની સગીર વયની દીકરીને ૨૩ નવેમ્બરની રાત્રે ૮ વાગ્યે શહેરમાં બહાઉદ્દીન કોલેજ રોડ વિસ્તારમાં બોલાવી રામેશ્વર સોસાયટીનો રીઝવાન હસનભાઈ ચોટીયારા નમનો શખ્સ લલચાવી ફોસલાવી ભગાડી જઈ અપહરણ કરી ગયો હતો. આ અંગે તરૂણીની માતાએ ફરિયાદ કરતા સી ડિવિઝન પોલીસે કલમ ૩૬૩, ૩૬૬ તેમજ પોકસો એકટ હેઠળ ગુનો નોંધીને ધોરણસરની કાર્યવાહી કરી હતી. આ ફરિયાદના પગલે સીપીઆઈ આર.એમ. વસાવાએ તપાસ હાથ ધરીને મંગળવારે રીઝવાનને ઝડપી લઈ પુછપરછ આરોપી સગીરાનું અપહરણ તેણીને ભવનાથ, સરકડીયા, ભેસાણ, અમરેલી સહિતના વિસ્ત્રોમાં ફરવા લઈ ગયો હોવાનું ખુલ્યું હતું. પોલીસે આ ઈસમને બુધવારે કોર્ટમાં રજુ કરતા અદાલતે તેને જેલમાં મોકલી આપવાનો હુકમ કર્યો હતો.

error: Content is protected !!