ગ્રેજ્યુએટ પરિણીતાને જૂનાગઢનાં સાસરિયા દ્વારા ત્રાસ, ધમકી આપવા અંગેની નોંધાઈ પોલીસ ફરિયાદ

0

ગ્રેજ્યુએટ પરિણીતાને જૂનાગઢનાં સાસરિયા દ્વારા ત્રાસ આપી અને ધમકી આપી મારકુટ કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવવામાં આવતા પોલીસે પતિ, સાસુ-સસરા સહિત ૪ સામે કાર્યવાહી કરી છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર, કેશોદ તાલુકાના મઢડા ગામે હાલ પિયરમાં રહેતા અને બીએ ગ્રેજયુએટ થયેલા નીતાબેન જેન્તીભાઈ રાઠોડ(ઉ.વ.ર૭)ના લગ્ન જૂનાગઢના મધુરમ વિસ્તારમાં આવેલ નીલકંઠ સોસાયટીમાં રહેતા વિપુલભાઈ ગોવિંદભાઈ સોલંકી સાથે ૧૭ જાન્યુઆરીના રોજ થયેલ પરંતુ લગ્નના બે માસ બાદ સસરા ગોવિંદભાઈ રાજભાઈ, સાસુ હર્ષાબેન તથા સાસુના બેન મમતાબહેન અને પતિએ સંભળામણી શરૂ કરેલ અને અમારે તને જાેઈતી નથી તેમ કહેતા હતા અને પતિ વિપુલભાઈ અવાર-નવાર ઢોર માર મારી શારિરીક માનસિક ત્રાસ આપી અને ઘરમાંથી કાઢી મુકી, જાે તું હવે અહીં આવીશ તો તને પતાવી દઈશું એવી ધમકી આપી હતી. આ અંગે પરિણીતાએ ફરિયાદ કરતા કેશોદ પોલીસે તમામની વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!