જૂનાગઢમાં શામળદાસ ગાંધી ટાઉન હોલમાં ૫ દિવસીય ૧૦મો ગિરનાર મહોત્સવ યોજાશે

0

જૂનાગઢના શામળદાસ ગાંધી ટાઉન હોલમાં ૫ દિવસીય ૧૦મો ગિરનાર મહોત્સવ યોજાશે. શુક્રવાર ૧ ડિસેમ્બરથી શરૂ થઇ મંગળવાર ૫ ડિસેમ્બર સુધી દરરોજ સાંજના ૬ થી ૧૦ સુધી ચાલનાર આ કાર્યક્રમને કલારસિકો ફ્રિમાં માણી શકશે. ભારતભરના અનેક રાજ્યોના કલાકારો પોતાના રાજ્યના ગીત, સંગીત, નૃત્ય, પહેરવેશ રજુ કરી અનેકતામાં એકતાના દર્શન કરાવશે. આ અંગે પ્રતિ વર્ષ જૂનાગઢમાં ગિરનાર મહોત્સવનું આયોજન કરનાર મુંબઈની પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન સંસ્થાના ડાયરેકટર એમ.કે. પટેલે જણાવ્યું છે કે, ભારતીય શાસ્ત્રી ગાયન, વાદન અને નૃત્યની વિવિધ પ્રસ્તુતી આ કાર્યક્રમમાં થનાર છે. ભારતભરના આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કલાકારો દ્વારા શાસ્ત્રીય ગાયનમાં ખ્યાલ અને ધ્રુપદ ગાયન રજુ કરાશે. જયારે શાસ્ત્રી, વાદનમાં બાંસુરી, વાયોલીન, રૂદ્રવિણા, સંતુર, સિતાર, તબલા અને પખવાજના સુર રેલાવશે. શાસ્ત્રીય નૃત્યમાં ઓડિસી, ભરત નાટયમ, કુચીપુડી, મોહિની અટ્ટમ, કથ્થક તેમજ યક્ષગાન વગેરે કલાની પ્રસ્તુતિ થશે. શહેરના શામળદાસ ગાંધી ટાઉન હોલમાં શુક્રવાર ૧ ડિસેમ્બરથી લઈને મંગળવાર પ ડિસેમ્બર સુધી દરરોજ સાંજના ૬ થી ૧૦ સુધી યોજાનાર આ કાર્યક્રમને જૂનાગઢના કલારસિકો વ્હેલો તે પહેલાના ધોરણે ફ્રીમાં માણી શકાશે. પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન મુંબઈના ડાયરેકટર એમ.કે. પટેલના માર્ગદર્શનમાં યોજાનાર કાર્યક્રમને સફળ બનાવવા કિશોરભાઈ ચાવડા, રાજયભાઈ ઠાકર, વિનુભાઈ પટેલ, શૈલેષભાઈ પંડયા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

error: Content is protected !!