જૂનાગઢમાં પડી જતા યુવતીનું મૃત્યું

0

જૂનાગઢમાં હાઉસિંગ સોસાયટીમાં રહેતા દિવ્યાબેન કિશોરભાઈ સોલંકી(ઉ.વ.૩૦) ઘરે જમતા-જમતા પડી જતા તેમને સરકારી હોસ્પિટલ લાવવામાં આવતા ફરજ ઉપરના ડોકટરે તેઓને મૃતપાય જાહેર કરેલ છે. આ બનાવ અંગે એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતા ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
સર્પ દંશથી મૃત્યું
ભેંસાણ તાલુકાના ખજુરી હડમતીયા ગામની સીમમાં રહેતા સેજલબેન ચંપાલાલ નરપથ(ઉ.વ.૬)ને સાપ કરડી જતા તેઓને સારવાર માટે ખસેડવામાં આવેલ જયાં સારવાર દરમ્યાન તેમનું મૃત્યું થયું છે. ભેંસાણ પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઝેરી દવા પીતા મૃત્યું
ભેંસાણ તાલુકાના સામતપરા ગામે રહેતા તૃષ્ણાબેન બાબુભાઈ ગરસડીયા(ઉ.વ.૧૭)ને સગપણ કરવું ન હોય અને તેના બાપુજીને બધા સગપણની વાત કરતા હોય તે બાબતે લાગી આવતા વાડીએ પડેલ બકાલામાં છાંટવાની દવા પી જતા તેમનું સારવાર દરમ્યાન મૃત્યું થયું છે. આ બનાવ અંગે ભેંસાણ પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

error: Content is protected !!