જૂનાગઢના માંગનાથ રોડ ઉપર મહિલાનાં મોબાઇલ ફોનની થયેલ ચોરી

0

જૂનાગઢમાં શોપિંગ દરમ્યાન મહિલાનો મોબાઈલ ફોન ચોરાયો હોવાની પોલીસમાં ફરિયાદ થઈ છે. શહેરના મીરાનગર વિસ્તારમાં રહેતા નિમિષભાઈ દિલીપભાઈ ખખરના માતા માંગનાથ રોડ વિસ્તારમાં શોપિંગ કરવા ગયા હતા ત્યારે તેમની થેલીમાં ચેકો લગાવીને અજાણ્યો ઇસમ રૂપિયા ૯,૫૦૦ની કિંમતનો મોબાઇલ ફોન ચોરીને નાસી ગયો હોવાની ફરિયાદ થતા એ ડિવિઝન પોલીસે મોબાઈલ ચોરને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

error: Content is protected !!