જૂનાગઢ સહિત સોરઠમાં ઠંડીનો ચમકારો : ગિરનાર ઉપર ૧૦.ર ડિગ્રી તાપમાન

0

જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં ઠંડીનો ચમકારો શરૂ થયો છે. ગત રવિવારે માવઠું આવ્યા બાદ ઠંડી અને ઝાકળ વર્ષા સતત વધી રહ્યા છે અને જેને કારણે જનજીવન પ્રભાવિત બન્યું છે. જૂનાગઢ શહેરમાં પણ ગત રવિવારથી જ કમોસમી વરસાદ બાદ ઉતરોતર ઠંડીમાં વધારો થઈ રહ્યો છે અને દિવસ દરમ્યાન પણ ઠંડીની તીવ્રતા રહેવાના કારણે લોકોને ફરજીયાત ગરમ વસ્ત્રો પરીધાન કરી અને રહેવું પડે છે. બજારોમાં પણ લોકોની પાંખી અવર-જવર જાેવા મળે છે. હજુ પણ આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધે તેવી શકયતા હવામાન વિભાગે દર્શાવી છે. દરમ્યાન આજે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર તાપમાન જાેઈએ તો મેકસીમમ ર૦.૦૬, મીનીમમ ૧પ.૦ર, ભેજ ૬૮ ટકા અને પવનની ગતિ ૪.ર રહી છે. જયારે ગરવા ગિરનાર ઉપર ૧૦.ર જેવું તાપમાન રહ્યું છે. ભવનાથ ક્ષેત્રમાં આવતા પ્રવાસીઓને પણ ઠંડીને કારણે ઠુઠવાઈ રહ્યા છે.

error: Content is protected !!