જૂનાગઢથી ભવનાથ બસ સેવા શરૂ : લોકોને લાભ લેવા અનુરોધ

0

જૂનાગઢ એસટી વિભાગ દ્વારા ભવનાથ સુધી બસ સેવા શરૂ કરવામાં આવી છે અને જેનો લાભ લેવા મુસાફર જનતાને અનુરોધ કરવામાં આવેલ છે. સૌરાષ્ટ્ર અને તેમાંય જૂનાગઢ જીલ્લો અને જૂનાગઢ શહેર પ્રવાસન અને ધાર્મિક દ્રષ્ટીએ અનેકગણુ મહત્વ ધરાવે છે. જૂનાગઢ નજીક આવેલા ભવનાથ તીર્થ ક્ષેત્રમાં યાત્રિકો, પ્રવાસીજનતા અને ભાવિકોનો સતત પ્રવાહ વહેતો રહે છે. તાજેતરમાં પરિક્રમાનો મેળો પુર્ણ થયો છે ત્યારે અંદાજીત ૧ર લાખથી વધારે ભાવિકો આ પરિક્રમાના મેળાનો લાભ લીધો હતો. આ ઉપરાંત વિવિધ પર્વ પ્રસંગે પણ પ્રવાસીજનતા જૂનાગઢ અને ભવનાથ ક્ષેત્રની મુલાકાતે આવે છે. આગામી દિવસોમાં શિવરાત્રીનો મેળો આવી રહ્યો છે ત્યારે ભાવિકો મોટી સંખ્યામાં ઉમટી પડવાના છે. ભવનાથમાં આવેલા વિવિધ ધાર્મિક સ્થળોની મુલાકાત, અંબાજી માતાજીના દર્શન, ભવનાથ મહાદેવ દર્શન, ભગવાન દતાત્રેયના દર્શને તેમજ વિવિધ ધર્મસ્થાનોએ ભાવિકો ઉમટી પડતા હોય છે. અગાઉ વર્ષો પહેલા ભવનાથથી સોમનાથ સુધીની બસ સેવા કાર્યરત હતી અને છેલ્લા ઘણા સમયથી ભવનાથ ક્ષેત્રમાં જૂનાગઢ શહેરથી કાયમી ધોરણે બસ સેવા કાર્યરત રહે તો મુસાફર જનતાને તેનો લાભ મળે તેવી રજુઆતો પણ થઈ હતી. તાજેતરમાં જ જૂનાગઢ જીલ્લા કલેકટરએ એસટી વિભાગના અધિકારી સાથે ચર્ચાવિચારણા કર્ય બાદ જૂનાગઢથી ભવનાથ સુધીની એસટી બસ સેવા શરૂ કરવામાં આવી છે. હાલમાં ચાર ટ્રીપ જઈ રહી છે. જેમાં સવારે ૬ વાગે ત્યારબાદ ૮ વાગે, બપોરે ૧ઃ૩૦ કલાકે અને સાંજે પઃ૩૦ કલાકે આ બસ ઉપડે છે. જૂનાગઢ એસટી બસ સ્ટેન્ડ ખાતેથી આ બસ ભવનાથ જવા રવાના થાય છે અને રૂા.૧૩ ટિકીટના દર હોવાનું જાણવા મળે છે.

error: Content is protected !!