ઉમદા કામગીરી અને સેવાનિષ્ઠ હોમગાર્ડ જવાન રાજુભાઈ જાની ડીજી ડીસ્ક(બ્રોન્ઝ) એવોર્ડથી સન્માનિત

0

ર૦૧૩માં હોમગાર્ડ યુનિટમાં જાેડાઈ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની કામગીરીમાં ઉમદા ફરજ બજાવનાર રાજુભાઈ જાનીને ગૌરવ એવોર્ડ મળતા અભિનંદનની વર્ષા

હોમગાર્ડ યુનિટમાં જાેડાઈ અને ઉમદા કામગીરી કરનારા જૂનાગઢના રાજુભાઈ જાનીને ડીજી ડીસ્ક(બ્રોન્ઝ) તરીકે સન્માનીત કરવામાં આવતા આનંદની લાગણી વ્યાપી ગઈ છે. કર્તવ્ય નિષ્ઠ અને સેવાભાવી રાજુભાઈ જાનીને અભિનંદનની વર્ષ કરવામાં આવી રહી છે. આ અંગેની પ્રાપ્ત થતી વિગત અનુસાર, મધ્યપ્રદેશના કુપલુકા ગામના ૭૦ વર્ષિય મદનમોહન મુરલીધર જૈન પરિવાર સાથે ગિરનાર ઉપર જૈન દેરાસરના દર્શન કરવા ગયા હતા. દરમ્યાન મદનમોહન જૈન સીડી ઉતરતા પરિવારથી વિખુટા પડી ગયા હતા અને ખીણમાં પડી ગયા હતા. પરિવારના સભ્યોએ ભવનાથ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. બાદમાં પોલીસ અને હોમગાર્ડ દ્વારા શોધખોળ હાથ ધરાઈ હતી. જેમાં ૪૮ કલાકની શોધખોળ પછી વરસતા વરસાદમાં અને જંગલી જાનવરોના ભય વચ્ચે ગિરનાર પર્વત ઉપરની વેલનાથની જગ્યા પાસેની ખીણમાંથી અવાજ આવતા હોમગાર્ડ જવાને ત્યાં જઈ ખીણમાં ઉતરી વૃધ્ધાને શોધી કાઢયા હતા. બાદમાં તેને બહાર કાઢી પરિવાર સાથે મિલન કરાવ્યું હતું. ત્યારે આ કામગીરી બદલ હોમગાર્ડ જવાન રાજુભાઈ જાનીને ડાયરેકટર સિવિલ ડિફેન્સ અને કમાન્ડન્ટ જનરલ હોમગાર્ડ, અમદાવાદના ડીજીપી મનોજ અગ્રાવલે ડીજી ડીસ્ક(બ્રોન્ઝ) આપી સન્માનિત કર્યા હતા.
જૂનાગઢના દિપાંજલી-૧ ખાતે રહેતા રાજુભાઈ જાની ર૦૧૩માં હોમગાર્ડ યુનિટમાં જાેડાઈ અને છેલ્લા ૧૦ વર્ષની ઉત્કૃષ્ટ કામગીરી અને ડીઝાસ્ટર મેનેજમેન્ટની કામગીરીમાં ઉમદા ફરજ બજાવી છે. એટલું જ નહી ભવનાથ ખાતે યોજાતા શિવરાત્રી મેળા દરમ્યાન હોમગાર્ડ ટીમ કાર્યરત હતી અને જેમાં પણ સારી કામગીરી કરવા બદલ રાજુભાઈ જાનીને અગાઉ એવોર્ડ પણ પ્રાપ્ત થયેલ છે. દરમ્યાન તાજેતરમાં ડીસ્ક(બ્રોન્ઝ)નો ગૌરવંતો એવોર્ડ પ્રાપ્ત કરનારા રાજુભાઈ જાનીને અભિનંદનની વર્ષા સાથે તેમની સેવાઓને બિરદાવવામાં આવી રહી છે.

error: Content is protected !!