વંથલી તાલુકાના ટીકર ગામે પીએમજેવાય કાર્ડ, સોઇલ હેલ્થ કાર્ડ સહિતની યોજનાના લાભાર્થીઓએ પ્રતિભાવ આપ્યા

0

વિકસિત ભારત સંકલ્પ યાત્રા અન્વયે જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ટીકર ગામે વિવિધ યોજનાઓના લાભાર્થીઓએ પ્રતિભાવો આપ્યા હતા. ટીકર ગામે પ્રાથમિક શાળા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પીએમજેએવાય કાર્ડના લાભાર્થી પરસોતમભાઈ લખમણભાઇ, પ્રાકૃતિક કૃષિ કરતાં ભરતભાઈ ભેટારીયા, સોઇલ હેલ્થ કાર્ડના જમનાદાસ સોલંકી, પીએમ કિસાનના કરસનભાઈ ગરચર, બાળ શક્તિ યોજનાના શ્વેતાબેન ઉસદડિયા, પુણા શક્તિ યોજનાના હેતલબેન સોલંકી સહિતના લાભાર્થીઓએ મેરી કહાની મેરી જુબાની અન્વયે સરકારનો આભાર માન્યો હતો. આ ઉપરાંત કાર્યક્રમમાં આઇસીડીએસ, પશુપાલન, આરોગ્ય વિભાગ દ્વારા કેમ્પ યોજાયો હતો. જેનો બહોળી સંખ્યામાં ગ્રામજનોએ લાભ લીધો હતો. હેલ્થ કેમ્પમાં ટીબી સ્ક્રિનિંગ ના ૫૦, નવા આયુષ્માન કાર્ડ વિતરણ ૧૦, માય ભારત વોલીએન્ટર કાર્ડ ૧૦ કાઢવામાં આવ્યા હતા. આ પ્રસંગે ટીકર ગામના સરપંચ જીતેન્દ્રભાઈ સોલંકી, ઉપસરપંચ પારૂલબેન ઠુંમર, ટીકર ગ્રામ પંચાયત સામાજીક ન્યાય સમિતિના ચેરમેન જમનાદાસભાઈ સોલંકી, સભ્ય મુળુભાઈ, નોડલ અધિકારી મયુરભાઈ સોલંકી, તાલુકા વિકાસ અધિકારી ઓડેદરા સહિતના અધિકારીઓ કર્મચારીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

error: Content is protected !!