ઉનામા રાજપુત કરણી સેના દ્વારા રાજપૂત સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવી આક્રોશ વ્યક્ત કર્યો છે તેમાં જણાવ્યા મુજબ રાજપુત સમાજના આગેવાન સુખદેવસિંહ ગોગામેડી ર્નિભય હત્યાને કારણે સમગ્ર રાજસ્થાનમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે તા ૫,૧૨,૨૦૨૩ રાજસ્થાનના જયપુર દિનદ હાડે તેમના ઘરમાં હત્યા કરવામાં આવી અંધાધુન ફાયરિંગ કરી હત્યાનો અંજામ આપ્યો હતો.
સુખદેવસિંહજી ગોગામેડી દેશમાં સનાતન હિન્દુ સમાજ તથા રાજપૂત સમાજના પ્રશ્નોને હર હંમેશ વાચા આપતા રહ્યા છે અને આંદોલનો કરતા આવ્યા છે જેને કારણી સેના સમગ્ર ભારત દેશ ના રાજપૂત સમાજમાં તેમનું સ્થાન આદર ભર્યું છે સ્વભાવિક છે.
કોઇપણ સમાજના આદરણીય નેતાની ર્નિમમ હત્યા થાય તો સમાજના યુવાનો માં રોષ પર્વતે જે વાતને લઇને ગુજરાતમાં પણ રાજપૂત સમાજના યુવાનોમાં વ્યાપક રીતે રોષનું વાતાવરણ પર્વતે છે ગુજરાત સરકાર રાજસ્થાન સરકારને અને પ્રશાસનને દરમિયાનગીરી કરીને ગુજરાતના સમગ્ર રાજપૂત સમાજ ની લાગણીને વાચા આપવા માટે સ્વ. સુખદેવસિંહજી ગોગામેડીના હત્યારાઓને સત્વરે ઝડપે અને સુખદેવસિંહજી ગોગામેડીના અંગ રક્ષક રાજપૂત સમાજના સ્વ.અજીતસિંહનું પણ દુઃખદ અવસાન થયેલ છે તે હત્યારાઓની પાછળ આ હત્યાનું ષડયંત્ર રચનાર વ્યક્તિઓ ના નામ બહાર લાવે અને તેમની પણ તેમની ધડપકડ કરે હત્યામાં સામેલ તમામ આરોપીઓ ને ફાસ્ટેટ્રેક કોર્ટમાં ફ્રાંસી ની સજા થાય એવી ગુજરાતના રાજપૂત સમાજની માંગણી અને માંગણી છે જેમાં સમાજનાઆગેવાનો શૈલેશસિહ રાજપૂત નરેન્દ્રસિંહ જાદવ મનહરસિહ રાઠોડ શકિતસિંહ ગોહિલ શક્તિસિંહ ગોહિલ આવેદનપત્રમાં જાેડાયા હતા અને આવેદનપત્ર પાઠવી ધારદાર રજૂઆત કરી છે.