જૂનાગઢની બજારમાં આંબળાનું વેંચાણ

0

હાલ શિયાળો શરૂ થયો છે અને વિટામી ‘સી’થી ભરપુર એવા આંબળાનું ધુમ વેંચાણ થઈ રહ્યું છે. આંબળા અનેક રીતે ઉપયોગી છે. આમળાથી શરીરમાં રોગપ્રતિકારક શકિત વધે છે. સુગર લેવલ જળવાય છે. આંખો તંદુરસ્ત રહે છે. યાદશકિત અને મગજને પણ ફાયદાકારક છે. હાઈપરટેન્શનમાંથી મુકિત અપાવતા આંબળા પાંચનતંત્ર માટે પણ લાભદાયી છે. શરીરનું વજન ઘટાડવાથી માંડીને વાળનું કદ વધારવા તથા આંખોને સ્વસ્થ રાખવા તેમજ ચામડીને ચમકતી રાખવા માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. આંબળાનો જયુસ, ચુર્ણ, કેન્ડી પણ બનાવવામાં આવે છે. હાલ અમદાવાદ પંથકમાંથી આંમળાની આવક શરૂ થઈ છે. બજારમાં હાલ પ૦ રૂપીયા કિલો લેખે આમળાનું વેંચાણ થઈ રહ્યું છે. ગૃહિણીઓ વર્ષભર માટે મુખવાસ તેમજ અથાણું બનાવવા માટે આમળાની ખરીદી કરી રહી છે.

error: Content is protected !!