જૂનાગઢ પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ૪૪૧ લોકોને ૨.૧૬ કરોડનો મુદ્દામાલ પરત અપાવ્યો

0

જૂનાગઢ પોલીસ હેડ કવાર્ટસ ખાતે તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં જૂનાગઢ પોલીસ દ્વારા ૪૪૧ લોકોને ૨.૧૬ કરોડથી વધુનો મુદ્દામાલ પરત અપાવ્યો હતો. જૂનાગઢ જિલ્લાના નાગરીકો દ્વારા કરવામાં આવેલ ફરિયાદો સંદર્ભે જૂનાગઢ પોલીસે તપાસના અંતે રોકડ, જવેરાત, વાહનો અને મોબાઇલ કબ્જે કર્યા હતા. આ મુદ્દામાલ નાગરીકોને પરત સોપવા માટે આયોજીત કાર્યક્રમમાં ડીઆઇજી નિલેશ જાજડીયા, એસપી હર્ષદ મહેતા, મેયર ગિતાબેન પરમાર, ધારાસભ્ય સંજયભાઇ કોરડીયા તેમજ પોલીસ અધિકારીઓ કર્મચારીઓ, નાગરીકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં જૂનાગઢ પોલીસ દ્વારા લોકાભીમુખ અભિગમ સાથે ૪૪૧ ભોગ બનાનાર વ્યક્તિઓને મોબાઇલ, વાહનો, દાગીના વગેરે મળી કુલ રૂપિયા ૨,૧૬,૩૮,૦૭૭ની કિમતનો મુદ્દામાલ પરત સોપવામાં આવ્યો હતો. આ તકે, ઉપસ્થિત આગેવાનો અને નાગરીકોની કામગીરીની આવકારી અભિનંદન પાઠવ્યા હતા. જ્યારે પોલીસ અધિક્ષકે જણાવ્યું કે, સાયબર ક્રાઇમ મોબાઇલ, કમ્પ્યુટર, ટેબલેટ, લેપટોપ દ્વારા ઇન્ટરનેટના માધ્યમથી કાયદાનો ભંગ કરીને થતી છેતરપીડી અને અપરાધ સામે રક્ષણ આપવા માટે ગુજરાત પોલીસ સાયબર ક્રાઇમ સજ્જ થયું છે. સાયબર ક્રાઇમનો કોઇ નાગરીક ભોગ બને તો સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર ૧૯૩૦ ઉપર સંપર્ક સાધવા અપિલ કરી હતી. આ કાર્યક્રમમાં રન ફોર જૂનાગઢ દરમ્યાન આયોજીત સાંસ્કૃતિક કાર્યક્રમમાં વિજેતાઓને સર્ટીફિકેટ એનાયત કરાયા હતા. ડીઆઇજીએ સમાજમાં રહેલ ૧ ટકા અસામાજીક તત્વો કે જેવો વિરૂધ્ધ પોલીસ દ્વારા કાયદાકીય રીતે કડકમાં કડક પગલા ભરવામાં આવશે તેવી ચેતવણી ઉચ્ચારી હતી. જેમાં મોબાઇલ ૩૯ ૪.૫૦ લાખ, વાહનો ૧૬ ૪.૭૦ લાખ, ઘરેણા ૧૧૭ ૬૯.૪૪ લાખ, સાયબર ક્રાઇમ જૂનાગઢ ૧૩ ૧૯.૬૮ લાખ, રેન્જ સાયબર સેલ ૨૫૬ ૧.૦૨ કરોડ, રોકડ ૧૪.૯૦ લાખ અને અન્ય ૧.૦૯ લાખ પરત કરવામાં આવ્યા હતા.

error: Content is protected !!