વંથલી : રેતીના ભાવ બાબતના મનદુઃખમાં ગેરકાયદેસર મંડળી રચી ધોકા-લોખંડના પાઈપ વડે હુમલો : પાંચ સામે ફરિયાદ

0

વંથલી પંથકમાં બનેલા એક બનાવમાં રેતીના ભાવ બાબતના મનદુઃખમાં ટ્રક ડ્રાઈવર ઉપર ધોકા-લોખંડના પાઈપ વડે હુમલો કરવા અંગેની ફરીયાદ પોલીસ દફતરે નોંધાઈ છે. આ બનાવ અંગે વંથલી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર બિપીનભાઈ જયસુખભાઈ પરમાર(ઉ.વ.૩ર)(રહે.મુળ ગણોદ ગામ તા.ઉપલેટા જી.રાજકોટ હાલ રહે.કણજા ગામથી કણજડી જતા રોડ ઉપર આવેલા મકાને)એ પોલીસમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, આ કામના આરોપી સતીષભાઈ મરંઢ આહીર, અર્જુનભાઈ મરંઢ આહીર રહે.બંને મંગલપુર તથા તેની સાથે સ્કોર્પીયોમાં આવેલા ત્રણ અજાણ્યા શખ્સો વિરૂધ્ધ નોંવેલ ફરીયાદમાં જણાવેલ છે કે, આ કામના ફરીયાદી ટ્રક ડ્રાઈવર હોય અને તે પોતાના શેઠ પ્રદીપભાઈની ટ્રકના રેતીના કોડીનાર બાજુ ફેરા કરતા હોય અને આ કામના આરોપી નં-૧ પણ રેતીનો ધંધો કરતા હોય અને આ કામના ફરીયાદી કોડીનાર બાજુ રેતીનો ફેરો કરવા ગયેલ તે દરમ્યાન ફરીયાદીને કોઈ રેતીના ગ્રાહકે રેતીના ફેરાનો ભાવ પુછેલ જેથી ફરીયાદીએ રેતીના ફેરાનો ભાવ કહેલઅને આ ગ્રાહકો આરોપીઓ પાસેથી પણ રેતી મંગાવતા હોય જેથી આરોપીને પોતાના ગ્રાહક ફરીયાદી પાસેથી રેતી લે છે તેવું લાગતા આરોપી નં-૧નાએ ફરીયાદીને આ બાબતે ફોન કરી કહેલ કે તું કેમ રેતીના ફેરાના ઓછા ભાવ કહીને ભાવ બગાડે છે તેમ કહી ભુંડી ગાળો આપી બાદ ફરીયાદીને કણજા ખાતે ફોન કરી બલાવતા ફરીયાદી વંથલીથી કણજા જતા હોય તે દરમ્યાન આ કામના તમામ આરોપીઓએ ફરીયાદી ઉપર રેતીના ભાવ બાબતે મનદુઃખ રાખી અગાઉથી ગુનાહીત કાવતરૂ રચી રસ્તામાં ફરીયાદી ઉભેલ ત્યાં આવી તમામ આરોપીઓએ એકસંપ કરી ગે.કા. મંડળી રચી ધોકા તથા લોખંડના પાઈપો જેવા હથીયાર ધારણ કરી તમામ આરોપીઓએ પોતાનો સમાન ઈરાદો પાર પાડવા સારૂ ફરીયાદીને બંને પગમાં આડેધડ તથા શરીરે માર મારી ફરીયાદીને બંને પગમાં ફેકચર જેવી ગંભીર ઈજાઓ કરી તથા શરીેરે મુંઢ ઈજાઓ કરી ફરીયાદીને જેમ ફાવે તેમ ભુંડી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી જ્ઞાતી પ્રત્યે અપમાનીત કરી જીલ્લા મેજી. જૂનાગઢના હથીયાર બંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યા અંગેની ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ વિરૂધ્ધ કલમ ૩ર૬, ૩રપ, ર૯૪(ખ), પ૦૬(ર), ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૧ર૦(બી), એટ્રોસીટી એકટ કલમ ૩(ર)(પ) ૩(૧)(આર)(એસ), જીપી એકટ ૧૩પ મુજબ ગુનો દાખલ કરેલ છે. આ બનાવની વધુ તપાસ એસસી/એસટી સેલ કેશોદના ઈન્ચાર્જ નાયબ પોલીસ અધિકારી ડી.જી. કોડીયાતર ચલાવી રહ્યા છે.

error: Content is protected !!