જૂનાગઢની મેડિકલ કોલેજ ખાતે શિક્ષકગણોની CPRની ટ્રેનિંગમાં ગિરનારી ગ્રુપ દ્વારા યોજાયેલ રક્તદાન કેમ્પ

0

ગિરનારી ગ્રુપની કાર્યસૂચિને બિરદાવતા ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા

જૂનાગઢ ગિરનારી ગ્રુપના સમીર દત્તાણી તથા સંજય બુહેચાની એક અખબારી યાદીમાં જણાવવામાં આવે છે કે, જૂનાગઢની જી.એમ.ઈ.આર.એસ. મેડિકલ કોલેજ ખાતે તા.૧૭ને રવિવારના રોજ જૂનાગઢ જિલ્લા શિક્ષકગણોની CPRની ટ્રેનીંગનું જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી દ્વારા તથા ગિરનારી ગ્રુપ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. જેમનું દીપ પ્રાગટ્ય જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન દીવરાણીયા, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ઘુચલા, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જેઠવા, જીએમઈઆરએસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો. કૃતાર્થ બ્રહ્મભટ્ટ તથા ઉપસ્થિત મહાનુભાવો દ્વારા કરવામાં આવેલ હતું. આ રક્તદાન કેમ્પમાં જૂનાગઢ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ, જિલ્લા પ્રાથમિક શિક્ષક મહાસંઘ, જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ, જિલ્લા શિક્ષણ પરિવારના સભ્યઓએ સહકાર આપેલ હતો. આ કેમ્પમાં ૫૩ બોટલ રક્તનું એકત્રિત કરણ કરવામાં આવેલ હતું અને એ તમામ રક્ત જૂનાગઢની સિવિલ હોસ્પિટલની બ્લડ બેન્કમાં થેલેસેમિયા ગ્રસ્ત બાળકો, સગર્ભા મહિલાઓ તથા જરૂરિયાતમંદ લોકોને ઉપયોગી થવા માટે અર્પણ કરવામાં આવેલ હતું. આ કેમ્પમાં ગિરનારી ગ્રુપના સભ્યઓ નરેન્દ્રસિંહ ચુડાસમા, સમીરભાઈ દવે, કિર્તીભાઈ પોપટ, પ્રયાગભાઈ યાદવ, દેવાંગભાઈ પંડ્યા, દિનેશભાઈ રામાણી, કે.કે. ગોસાઈ બાપુ સહિતના લોકોએ ભારે જહેમત ઉઠાવી હતી અને તમામ રક્તદાતાઓને રિઝવાન ફાઉન્ડેશન ગ્રુપના બસીરભાઈ, રાહુલભાઈ દ્વારા ગિફ્ટ અર્પણ કરવામાં આવેલ હતી તેમ યાદીના અંતે જણાવ્યું હતું.

error: Content is protected !!