જૂનાગઢના વિકાસની સાથે ભાવનગરની ટ્રેન આપવા બદલ મધુર સોશ્યલ ગ્રુપ દ્વારા આભાર મનાયો

0

વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ જૂનાગઢને ભાવનગરની ટ્રેન આપવાની લાંબા સમયની લોક માંગને પૂરી કરવામાં આવી છે. જૂનાગઢ-ભાવનગર ટ્રેન શરૂ થતા સમગ્ર સૌરાષ્ટ્રમાં આનંદનો માહોલ છવાયો છે. ત્યારે જૂનાગઢ મધુર સોશિયલ ગ્રુપના પ્રમુખ સલીમ ગુજરાતી અને અમિષ ગોસાઈ અને ટ્રેનની માંગ સાથે જાેડાયેલા આગેવાનોએ કેન્દ્રની વિકાસ લક્ષી અભિગમ ધરાવતી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની સરકારનો આભાર માની જૂનાગઢને ભાવનગરની સીધી ટ્રેન આપવા બદલ શુભકામના પાઠવી હતી. મધુર સોશિયલ ગ્રુપ દ્વારા ખાસ કરી દેશને આર્થિક મહાસત્તા બનાવવાના સ્વપ્ન દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે જેઓએ પ્રવાસન ક્ષેત્રે વિશ્વપ્રસિદ્ધ સોમનાથની જેમ જ જૂનાગઢના વિકાસ માટે જે કાર્ય કર્યું છે તે ક્યારેય નહીં ભુલાય જૂનાગઢને હેરિટેજ સિટીનો દરજ્જાે યાત્રાધામ નું ગૌરવ અને શિવરાત્રીના મેળાને મહાકુંભના દરજ્જા જેવી સવલતો આપનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારનો જૂનાગઢના વિકાસની સાથે સાથે ભાવનગર ટ્રેન આપવા બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યું હતું.

error: Content is protected !!