જૂનાગઢમાં સૌપ્રથમવાર ૪૯મી ક્યુટીકોન ગુજરાત ૨૦૨૩ યોજાઈ

0

જૂનાગઢ ખાતે આવેલ ધ ફર્ન લિયો રિસોર્ટમાં ૪૯મી ક્યુટીકોન ગુજરાત ૨૦૨૩ યોજાય હતી. જેના મુખ્ય આયોજકના સચિવ જૂનાગઢના જાણીતા ડર્મેટોલોજીસ્ટ ડોક્ટર પિયુષ બોરખતરીયા હતા જે IADVL GSB(ડર્મેટોલોજીસ્ટ એસોસિએશન ઓફ ગુજરાત)ના સેક્રેટરી છે. આ કોન્ફરન્સ ના પ્રથમ દિવસે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડર્મોટોલોજીના અલગ અલગ વિષય જેવા કે રિંકલ્સ(કરચલી) માટે બોટ્યુલિનમ ટોકસીન, એન્ટી એજિંગ માટે ફિલર, થ્રેડ્‌સ એટલે કે સ્કિન લીફ્ટિંગ અને એન્ટી એજિંગ ટ્રીટમેન્ટ સાથે લેસર લાઈવ ડેમોસ્ટ્રેશન વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પહેલા દિવસે જ ૬૦૦ ડર્મોટોલોજિસ્ટ એ ભાગ લીધો હતો. કોન્ફરન્સના પ્રથમ દિવસની સી.એમ.ઇને ડો. ડી. પી. ચીખલીયાએ જી.એમ.સી. ઓબઝરવર અને મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા અને દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકયો હતો. આ કોન્ફરન્સ મા ભારતભરના જાણીતા ડર્મેટોલોજીસ્ટએ સંગઠિત થઈને પોતાના જ્ઞાન અને અનુભવનું આદાન-પ્રદાન કર્યું હતું. બીજા દિવસના કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા તથા ડો. નિતીન વોરા અને અતિથ વિશેષ તરીકે ડોક્ટર ડી.પી. ચીખલીયા અને DySP હિતેશ ધાંધલીયા, અન્ય મહેમાનો દિપ પ્રાગટય કરી ખુલી મુકી હતી. આ પ્રસંગએ જૂનાગઢ ડર્મોટોલોજી એસોસિએશનના અને કાર્યક્રમના પ્રેસિડેન્ટ ડો. પ્રિયંકા સુથારીયા, ઓર્ગેનાઈઝીગ ચેરમેન ડો. ખારોડ, ડો. પિયુષ બોરખતરીયા(સેક્રેટરી), ડો. જનક પટેલ, ડો. હેમેન્દ્ર સોલંકી, ડો. જીજ્ઞા શાહ, ડો. શ્યામ માકડિયા, ડો. પુજા ટાંક, ડો. જયદીપ ટાંક, ડો. અરવિંદર કૌર, ડો. કેયુર ચોવટીયા, ડો. અક્ષય અંબાસણા આ બધાએ સાથે મળીને કોન્ફરન્સને સફળ બનાવવી હતી. આમાં સાયન્ટીફીક કમિટીના ચેર પર્શન તરીકે ડો. જનક ઠક્કર, ધીરેન્દ્ર મુની, ડો. દેવલ વોરા, સાયન્ટીફીક સેક્રેટરી તરીકે આશા માતરવડીયા, ડો. મોઇઝ મીઠાઈવાલા, વર્કશોપ ચેરમેન અને ટ્રેઝરર ડો. જયેશ ચનારા, ડો. શ્યામ માકડિયા(જાેઈન્ટ ટ્રેઝરર), ડો. જનક પટેલ(જાેઈન્ટ ઓર્ગેનાઈઝર), ડો. પુજા કોયાણી ટાંક અને ડો. જગદીશ ટાંક(કોન્ફરન્સ કનવીનર) તરીકે સેવા આપી હતી. ડો. બોરખતરિયા જણાવ્યું કે, આયોજન પાછળનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે દર્દીઓને કઈ રીતના સારી સારવાર આપવી અને ફીલર, બોટોક્ષ, લેશર જેવી આધુનિક સારવાર વિશે વધુ માહિતી આપવી. ૧૫ વધુ મશીન ઉપર સમગ્ર ભારતમાંથી આવેલા ડોક્ટર દ્વારા લાઈવ સેશન દ્વારા ટ્રેનિંગ આપવામાં આવી હતી. કયુટીકોનના સાત મહત્વના મુદ્દાઓ જેવા કે ચામડીના દર્દો, વાળના રોગો, ડર્મેટોસર્જરી, લેશર અને અન્ય મશીનથી થતી સારવાર, બાળકો અને ગર્ભવતી મહિલાઓ માટે ચામડીની સારવાર આ બધા વિશે ૨૦૯થી વધુ લેક્ચર, ૧૦૦ વધુ સેસન, ૧૫૦થી વધુ ફેકલ્ટી દ્વારા માહિતી આપવામાં આવી હતી. ૭૫૦ વધુ રજીસ્ટ્રેશન થયું હતું એ લોકો પરીવાર સાથે હાજર રહ્યા હતા. આ લોકો મનોરંજક માટે ઘણા કલાકારો બોલાવામાં આવ્યા હતા અને તેમને દેશી અને વિદેશી ભોજન પીરસવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સૌરાષ્ટ્ર અને ગુજરાતની ટીમએ ખુબ જ જેહમત ઉઠાવી હતી તે બદલ ડો. પિયુષ બોરખતરીયાએ બધાનો આભાર માન્યો હતો. વર્કશોપ અને કોન્ફરન્સની સાથે સાથે ટ્રેડ ફેર પણ યોજાયો હતો જેમાં ૭૦થી વધુ કંપનીઓએ ભાગ લીધો હતો. જૂનાગઢમાં આ કાર્યક્રમનું આયોજન કરવા માટેનો એ પણ ઉદ્દેશ હતો કે જૂનાગઢમાં આવેલા પ્રવાસન સ્થળો ઉપરકોટ, રોપવે ગિરનાર, આજુબાજુમાં આવેલા પ્રવાસ સ્થળો જેવા સાસણગીર, સોમનાથ એ બધી જગ્યા પણ હાઈલાઈટ થાય અને બધા એ આ સ્થળોની મુલાકાત પણ લીધી હતી. સાથે સાથે આ કાર્યક્રમમાં ૨૫૦થી વધુ દર્દીઓને લાખો રૂપિયાના ખર્ચ એ થતી સારવાર વિના મૂલ્યે આપવામાં આવી હતી.

error: Content is protected !!