જૂનાગઢમાં ૧પ.પ ડિગ્રી અને ગિરનાર પર્વત ઉપર ૧૦.પ ડિગ્રી તાપમાન સાથે ઠંડી વધી

0

જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ઠંડીની તીવ્રતા વધી ગઈ છે. દિવસ દરમ્યાન ધાબડીયા વાતાવરણ વચ્ચે ઠંડીનો દોર યથાવત રહ્યો છે. આજે જૂનાગઢ શહેરનું મહત્તમ તાપમાન ૧૭.૬ ડિગ્રી, લઘુતમ તાપમાન ૧પ.પ ડિગ્રી, ભેજ ૭૪ ટકા અને પવન ર.૪ની ગતીમાં રહ્યો છે. હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર, જૂનાગઢ સહિત સોરઠમાં ૨ દિવસમાં ૫.૪ ડિગ્રી તાપમાન ગગડતા અને પવન પણ સામાન્ય થતા ઠંડીનો ચમકારો વધ્યો છે. છેલ્લા ૪૮ કલાક દરમ્યાન લઘુતમ તાપમાનમાં ધરખમ ઘટાડો થયો છે. સોરઠ પ્રદેશમાં મંગળવારે સવારે લઘુતમ તાપમાન ૨૦.૩ ડીગ્રી તાપમાનનો પારો બીજા દિવસે એટલે કે બુધવારે વધુ નીચે ઉતરીને ૧૬.૪ ડિગ્રીએ સ્થિર થયો હતો. ગુરૂવારે જૂનાગઢનું લઘુતમ તાપમાન સવારે વધુ ૧.૫ ડિગ્રી ઘટીને ૧૪.૫ ડિગ્રી નોંધાયો હતો જેના પરિણામે છેલ્લા બે દિવસ દરમ્યાન ઠંડી ૫.૪ ડિગ્રી વધવા પામી છે. ગુરૂવારે ગિરનાર પર્વત ખાતેનું તાપમાન પણ ઘટીને ૯.૯ ડિગ્રીએ પહોંચી જતા ગિરનારની યાત્રાએ આવેલા પ્રવાસીઓ સહિતના લોકો ઠીંગરાઈ ગયા હતા. ઠંડી વધવાની સાથે ગુરૂવારની સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધીને ૭૮ ટકાએ પહોંચી જતા ઠંડીનું જાેર વધ્યું હતું. ટાઢોડુ છવાઈ ગયું હતું. છેલ્લા બે દિવસમાં મહત્તમ તાપમાનમાં પણ વધઘટ થવાની સાથે ગુરૂવારે જૂનાગઢનું મહત્તમ તાપમાન ૨૯.૬ ડિગ્રી નોંધવાની સાથે ભેજનું પ્રમાણ ૪૩ ટકા રહેતા આખો દિવસ વાતાવરણ ઠંડુગાર રહ્યું હતું અને પ્રતિ કલાકની ઝડપ ૩.૨ કિલોમીટરની રહી હતી. જેના પરિણામે ગરમ વસ્ત્રોનો લોકોને આશરો લેવો પડ્યો હતો. જૂનાગઢ શહેરમાં ધીરે- ધીરે શિયાળો જામ્યો છે. તાપમાનમાં ઘટાડા સાથે વાતાવરણમાં ઠંડક પ્રસરી રહી છે. ઠંડી વધતાની સાથે જ શહેરીજનો રક્ષણ મેળવવા ગરમ વસ્ત્રોની ખરીદી તરફ વળ્યા છે. હાલમાં ગરમ કપડાની બજારમાં લોકોની ભારે ઘરાકી જાેવા મળી રહી છે. દરમ્યાન આજે જૂનાગઢ શહેરનું તાપમાન જાેઈએ તો મહત્તમ ૧૭.૬ ડિગ્રી, લઘુત્તમ ૧પ.પ ડિગ્રી, ભેજ ૭૪ ટકા અને પવનની ગતિ ર.૪ રહી છે. જયારે ગિરનાર પર્વત ઉપર ૧૦.પ ડિગ્રી તાપમાન રહ્યું છે.

error: Content is protected !!