જૂનાગઢના ભવનાથ ક્ષેત્રમાં ધાર્મિક જગ્યામાં પાપલીલા થતી હોવાની ચોંકાવનારી ઘટના : સાચી હોય તો શરમજનક

0

જૂનાગઢ ભવનાથ ક્ષેત્રમાં આવેલા ધાર્મિક ક્ષેત્ર લોકોના માટે આસ્થાનું કેન્દ્ર બનેલ છે અને દુર-દુરથી ભાવિકો સંતોના દર્શન માટે તેમજ ધાર્મિક સંસ્થામાં દર્શન માટે આવતા હોય છે અને આત્માના કલ્યાણ માટેના કાર્યો કરતા હોય છે. પરંતુ તાજેતરમાં બનેલી એક ઘટનામાં ધાર્મિક સ્થાનોની ગરીમાને લાંછન લાગે એવું કૃત્યું સામે આવ્યું છે. જેમાં મળતી વિગત અનુસાર, ભવનાથ ક્ષેત્રમાં આવેલા એક ધાર્મિક સ્થળમાં પાપલીલા થતી હોવાના બનાવનો પર્દાફાશ થયો છે. આ અંગે ચર્ચાતી વિગત અનુસાર એક ધર્મસ્થાનમાં એક મહિલા ખરા કૃત્ય કરતી હોવાનું સામે આવ્યું છે અને આ ઘટનાની સત્ય સાબિતી આપતી તસ્વીર પણ જાેવા મળી છે. જેમાં ધાર્મિક સંસ્થાના વડાઓ દ્વારા ઉગ્ર આક્રોશ વ્યકત કરવામાં આવેલ છે અને કહેવાતી આ મહિલાને પોલીસને હવાલે કરવામાં આવી હોવાનો વિડીયો વાયરલ થયો છે. જાે કૃત્ય થયું હોય તો આ ઘટના સાચે જ કલંક સમાન અને શરમજનક છે.

error: Content is protected !!