ખંભાળિયામાં કેબિનેટ મંત્રીના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતીની બેઠક યોજાઈ

0

ખંભાળિયા માં આવેલી જિલ્લા કલેકટર કચેરી ખાતે કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાના અધ્યક્ષસ્થાને સંકલન સહ ફરિયાદ સમિતીની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં કેબિનેટ મંત્રીએ પ્રદૂષણ અટકાવવા, સિંચાઇ, અન્ન પુરવઠો, પાણી પુરવઠો, વીજ વિભાગ, માર્ગ અને મકાન સહિતના વિવિધ વિભાગોના પ્રશ્નોની ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન પૂરૂ પાડયું હતું. તેમણે જનહિતલક્ષી યોજનાઓનો લાભ લાભાર્થીઓને સરળતાથી મળી રહે તેવા સૂચનો આપવાની સાથે પ્રગતિ હેઠળના કામો વહેલી તકે પૂર્ણ કરવા તાકીદ કરી હતી. આ ઉપરાંત અરજદારોના પ્રશ્નોનો તાત્કાલિક નિવારણ લાવવા સૂચના આપી, જનહિતલક્ષી યોજનાની જિલ્લામાં થતી કામગીરીની સમીક્ષા કરીને અધિકારીઓને માર્ગદર્શન પણ આપ્યું હતું. આ બેઠકમા જિલ્લા કલેકટર અશોક શર્મા, જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી. ધાનાણી, નિવાસી અધિક કલેકટર ભૂપેશ જાેટાણીયા, ડી.વાય.એસ.પી. પરમાર, જિલ્લા પંચાયત વતી પી.એસ. જાડેજા સાથે અમલીકરણ અધિકારીઓ હાજર રહ્યા હતા.

error: Content is protected !!