દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ભરતપુર ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગુંદાના તાબા હેઠળના ભરતપુર સબ સેન્ટરનું રાજ્યના કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પેટા આરોગ્ય કેન્દ્ર જે અગાઉ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર તરીકે ઓળખાતું, તે હવે આયુષ્યમાન આરોગ્ય મંદિર તરીકે ઓળખાશે. આ નવનિર્મિત પેટા આરોગ્ય કેન્દ્રનું કુલ રૂા.૨૫ લાખના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું છે. જ્યાં આરોગ્યની ટીમ દ્વારા બ્લડ પ્રેશર, ડાયાબિટીસની તપાસ, નિદાન અને સામાન્ય રોગચાળા સંદર્ભે સારવાર જેવી ૧૨ પ્રકારની સેવાઓ આપવામાં આવશે. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી. ધાનાણી, તાલુકા વિકાસ અધિકારી નવીન બૈડિયાવદરા, તાલુકા હેલ્થ ઓફિસર ડો. પ્રકાશ ચાંડેગ્રા, ડિસ્ટ્રિકટ કો.ઓપ. બેંકના ચેરમેન પી.એસ. જાડેજા, વિગેરે સાથે આરોગ્ય વિભાગનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.