બાર એસોસિએશનની ચૂંટણીમાં ૮૮ ટકા જેવું ધીંગું મતદાન, આજે મોડી સાંજ સુધીમાં પરિણામ જાહેર થશે

0

જૂનાગઢ બાર એસોસિએશનની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઇ છે. ૮૮ ટકા જેવું ધીંગું મતદાન થયું છે. આજે સવારે ૧૦ઃ૩૦ વાગ્યાથી મત ગણતરી શરૂ હતી. ત્યારે પ્રમુખ પદનો તાજ કોના શિરે રહેશે તેને લઇને ભારે ઉત્તેજના જાેવા મળી રહી છે. આ અંગે બાર એસોસિએશનની યોજાયેલ ચૂંટણીના મુખ્ય ચૂંટણી અધિકારી એડવોકેટ આર.ડી.ઠાકરે જણાવ્યું હતું કે, કુલ ૭૬૬ મતદારો હતા જેમાંથી ૬૭૫એ મતદાન કર્યું છે. આમ, ૮૮ ટકા જેટલું ધીંગું મતદાન થયું છે.શાંતિપૂર્ણ રીતે મતદાન પ્રક્રિયા સંપન્ન થઇ છે. આ સાથે ૫૩ ઉમેદવારોનું ભાવિ મતપેટીમાં સીલ થયું છે. બેલેટ પેપરોને સીલ કરીને સ્ટ્રોંગ રૂમમાં રાખી દેવાયા છે. આજે સવારે ૧૦ઃ૩૦ વાગ્યે મતગણતરી પ્રક્રિયા હાથ ધરાશે. સૌપ્રથમ કારોબારીની ગણતરી કરાશે. એક કલાકના રિશેષ બાદ પ્રમુખ અને હોદ્દેદારોના મતની ગણતરી હાથ ધરાશે. આમ, મતગણતરી સંપન્ન થયે મોડામાં મોડું સાંજ સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઇ જશે કે પ્રમુખ પદનો તાજ કોના શિરે રહેશે. બાર એસોસિએશનની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થતા તમામે હાશકારો અનુભવ્યો છે. હવે આજે આવનારા પરિણામને લઇને વકીલાત સાથે સંકળાયેલા લોકોમાં ભારે ઉત્તેજના જાેવા મળી રહી છે. દરમ્યાન આમાં પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી, જાેઇન્ટ સેક્રેટરી, ટ્રેઝરર, સિનીયર કારોબારી, મહિલા અનામત કારોબારી અને કારોબારી સભ્યો મળી ૫૩ લોકોએ ઝંપલાવ્યું છે. શનિવારે આવનાર પરિણામ ઉપર સૌની મિટ મંડાઇ છે. આમાં વિજેતા બનનારની મુદ્દત બે વર્ષની હોય છે. પરિણામે વિજેતા બનનાર ઉમેદવાર બે વર્ષ સુધીનો કાર્યભાર સંભાળશે.

error: Content is protected !!