જૂનાગઢના માંગનાથ રોડ ઉપર આવેલ ઘર સંસાર નામના શોરૂમમાં ભયાનક આગ લાગતા દોડધામ

0

આગની ઘટનામાં તત્કાલ સ્થળ ઉપર પહોંચીને ઉત્કૃષ્ટ અને સરાહનીય કામગીરી દાખવતા જૂનાગઢ પોલીસ અને જૂનાગઢ ફાયર ફાઈટર વિભાગની કામગીરીની થઈ રહેલી સરાહના

જૂનાગઢ શહેરમાં માંગનાથ રોડ ઉપર કમાન પાસે આવેલ ઘરસંસાર નામની ઘરવપરાશની ચીજવસ્તુઓની દુકાનમાં ગઈકાલે સાંજના છ વાગ્યે ભીષણ આગ લાગી હતી. આ આગની ઘટના અંગે તુરત કોઈને ખ્યાલ ન આવ્યો હતો પરંતુ દુકાનનો એક કર્મચારીને ત્રીજા માળે જતા ખબર પડી કે નાનો ભડકો થયો છે. તેથી તેને તુરત જ નીચે આવી જાણ કરી હતી. દુકાન માલીક સહિતના લોકો ઉપર દોડી ગયા હતા અને આગ લાગ્યાની ઘટનાની જાણ થતા મનપાના ફાયરબ્રીગેડને જાણ કરવામાં આવી હતી. ઘરસંસાર નામના શોરૂમમાં લાગેલ આગ જાેત જાેતામાં ભયાનક સ્વરૂપ ધારણ કરી લીધુ હતું. ત્રીજાથી માળેથી ચોથા અને બીજા માળે પણ ફેલાઈ ગઈ હતી. અને પહેલા માળ સુધી તેની જાળ લાગી હતી. અને જેને લઈને દુકાનનો તમામ માલ ભષ્મીભુત થયો હતો. આ આગની જાણ થતા જ આસપાસની તમામ દુકાનો ફટાફટ બંધ થવા લાગી હતી અને માંગનાથ રોડ ઉપર લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા. આ બનાવમાં સદનસીબે કોઈને ઈજા થઈ ન હતી. દરમ્યાનમાં માંગનાથ રોડ ઉપર આવેલ ઘરસંસાર નામની ત્રણ માળની દુકાનમાં અકસ્માત આગ લાગી હોવાની જાણ જૂનાગઢ પોલીસને થતા તાત્કાલીક નાયબ પોલીસ અધિક્ષક હિતેષ ધાધલીયા તથા એ ડીવીઝન પોલીસ સ્ટેશનના પીઆઈ વી.જે.સાવજ તથા સ્ટાફ અને બી ડીવીઝન પોલીસ સ્ટેશનના પીઆઈ જી.ડી.રાજપુર અને સ્ટાફ સહિતનો કાફલો સ્થળ ઉપર પહોંચી જઈ અન્ય કોઈ દુર્ઘટના ન બને તેના ભાગરૂપે આગ લાગેલ દુકાનની આજુબાજુની દુકાનોમાંથી તેમજ રહેણાંક મકાનોમાંથી લોકોને તાત્કાલીક સુરક્ષિત રીતે નીકાળેલ તેમજ આગ લાગેલ દુકાનની બાજુમાં એકઠા થયેલ લોકોના ટોળાને દુર સુરક્ષિત સ્થળે ખસેડી ઈમરજન્સી ફાયર ફાયટરના વાહનને સ્થળ સુધી પહોંચાડી બચાવ અને રાહતની કામગીરી હાથ ધરેલ. પોલીસ તંત્રનો કાફલો અને ફાયર સ્ટાફે સંકલનમાં રહી આખરે આ આગને કાબુમાં લીધી હતી. આગની ઘટના દરમ્યાન આજુબાજુમાં થતી જાનહાની તથા નુકશાની અટકાવવાની પ્રસંશનીય કામગીરી જૂનાગઢ પોલીસે દાખવી હતી.
જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી નિલેશ જાજડીયા તથા પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતાએ જૂનાગઢ પોલીસ તંત્રને સુચના અને માર્ગદર્શન આપેલ હોય અકસ્માતે બનતા બનાવમાં સ્થળે તત્કાલ પહોંચી જઈ બચાવ અને રાહતની કામગીરીમાં સત્વરે મદદ પુરી પાડવાની સુચનાઓ આપવામાં આવી હોય જે અંતર્ગત નાયબ પોલીસ અધિક્ષક હિતેષ ધાધલીયાના માર્ગદર્શન હેઠળ એ ડીવીઝન અને બી ડીવીઝન પોલીસ સ્ટેશનના ચુનંદ સ્ટાફે તેમજ જૂનાગઢ ફાયર વિભાગના સ્ટાફે સંકલનમાં રહીને ખુબ જ સરસ કામગીરી કરવામાં આવી અને આગની ઘટનામાં કોઈ ગંભીર બનાવ ન બને તેની તકેદારી રાખી જરૂરી મદદ પુરૂ પાડવા બદલ પોલીસ વિભાગ તેમજ ફાયર ફાઈટર વિભાગની કામગીરીની લોકોમાં સરાહના થઈ રહી છે.

error: Content is protected !!