ગીર સોમનાથ જીલ્લામાં પ્રથમ અયોધ્યાનું આમંત્રણ મહામંડલેશ્વર શ્રી બજરંગદાસ બાપુને મળ્યું

0

ગીર સોમનાથ જીલ્લામાં પ્રથમ અયોધ્યાનું આમંત્રણ મહામંડલેશ્વર શ્રી બજરંગદાસ બાપુને મળેલ છે. ભાલકા નિરાલી ખોડીયાર મંદિરના આ મહંત છે. મહીલા મંડળે શ્રીરામ તેમજ બજરંગદાસ બાપુની પુજા કરી ધૂન બોલાવેલ હતી. ગીર-સોમનાથ જીલ્લામાં પૌરાણીક અને પવિત્ર ભાલકાતીર્થના સાનીધ્યમાં આવેલ શ્રી નિરાલી ખોડીયાર મંદિરના મહંત અને મહામંડલેશ્વર શ્રી બજરંગદાસ બાપુને આગામી તા.૨૨ જાન્યુઆરીએ અયોધ્યા શ્રીરામ મંદિરના નિર્માણમાં પધારવા જીલ્લામા પ્રથમ આમંત્રણ મળતા ભાવીકોમાં આનંદની લાગણી જાેવા મળી છે. સમગ્ર દેશના હિન્દુઓની આસ્થાનું પ્રતીક એવા અયોધ્યામાં ભગવાન શ્રીરામ આગામી ૨૨ જાન્યુઆરીએ બીરાજવાના છે. ત્યારે સમગ્ર દેશમા દિવાળી જેવો માહોલ છવાયો છે અને સૌ કોઇ હિન્દુ સમાજ અહી જવા માટે આતુર બન્યા છે. ત્યારે સુરક્ષા અને જડબેસલાખ બંદોબસ્ત વચ્ચે મુખ્ય મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યા છે. જેમાં ગીર-સોમનાથ જીલ્લાના ભાલકાતીર્થ ખાતે આવેલ શ્રી નિરાલી ખોડીયાર મંદિરના મહંત અને મહામંડલેશ્વર શ્રી બજરંગદાસ બાપુને પણ સૌ પ્રથમ આમંત્રણ આવ્યું છે. જેનાથી તેમના ભાવીકોમાં અને સમગ્ર જીલ્લામાં આનંદની લાગણી જાેવા મળી છે. શ્રી નિરાલી ખોડીયાર મંદિરે મહીલા મંડળ દ્વારા રામધૂનનું દરરોજ આયોજન થઈ રહ્યું છે અને ભગવાન શ્રીરામ તથા શ્રી બજરંગદાસ બાપુની પૂજા તેમજ આરતી કરી ભક્તો ધન્ય બન્યા હતા. આ અવસર જીલ્લામાંથી બજરંગદાસ બાપુને મળ્યો છે તે જીલ્લા માટે ગૌરવની વાત હોવાનું ભક્તો માની રહ્યા છે. અયોધ્યા મંદિરે ફરી રામલલા ૪૫૦ વર્ષ બાદ બીરાજવાના છે. ત્યારે આ હરખ કોને ના હોય લોકોને હરખના આસુ વહેતા થયા છે ત્યારે ભાલકાતીર્થના મહીલા મંડળ દ્વારા મહંત બજરંગદાસ બાપુને અયોધ્યા જવાનું જે આમંત્રણ મળેલ છે તેમને અહોભાગ્ય માને છે. બજરંગદાસ બાપુ મહામંડલેશ્વરએ જણાવેલ કે, ભગવાન શ્રીરામ તેમની જગ્યાએ અયોધ્યા બીરાજે તેમના માટે અસંખ્ય હિન્દુ સમાજ અને ધર્મગુરૂઓએ બલિદાન આપ્યા છે તેમજ લડત આપી છે અને આટલા વર્ષો પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુપીના મુખ્યમંત્રી યોગીજીની અધ્યક્ષતામાં ભગવાન શ્રીરામ મંદિરનું આગામી ૨૨ જાન્યુઆરીએ નિર્માણ થવા જઈ રહ્યું છે જેમાં સમગ્ર દેશ સાક્ષી બનનાર હોવાનું જણાવેલ છે.

error: Content is protected !!