સુપ્રસિદ્ધ યાત્રાધામ પ્રાચી તીર્થ ખાતે શ્રી રામ મંદિર અયોધ્યાથી આવેલ “અક્ષત કળશ”નું ભવ્ય ફુલ થી સ્વાગત કરવામાં આવ્યું હતું. અયોધ્યાથી આવેલા શ્રી રામચંદ્ર પ્રભુના અક્ષત કળશને ભક્તો ઠેર ઠેર વધાવી રહ્યા છે. હિન્દુ ધર્મનું આસ્થાનું કેન્દ્ર અયોધ્યા નગરીમાં તારીખ ૨૨ જાન્યુઆરીના રોજ પ્રભુ શ્રી રામચંદ્ર ભગવાનનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો છે. જેમાં ભારતભરના સંતો-મહંતો અને દેશ-વિદેશના કરોડો ભક્તો આ મહોત્સવમાં જાેડાવાના છે. ગુજરાતભરમાં અક્ષત કળશયાત્રાનું આયોજન કરાયું છે જેના ભાગરૂપે યાત્રાધામ પ્રાચી તીર્થ ખાતે કળશ યાત્રા પહોંચી હતી. મુખ્ય માર્ગ ઉપર થઈને સુવિખ્યાત મોક્ષ પીપળે પૂજન કર્યા બાદ માધવરાય મંદિરે તથા શ્રીરામ મંદિર ખાતે પૂર્ણ થઈ હતી. આ તકે રાજવીરસિંહ ઝાલા, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ તથા સુત્રાપાડા તાલુકા ભાજપ પ્રમુખ પ્રતાપભાઈ બારડ સહિતના ગામના મોટી સંખ્યામાં ભાઈ-બહેનો આ કળશ યાત્રામાં જાેડાયા હતા.(તસ્વીર ઃ જાદવભાઈ ચુડાસમા)