મટાણાના પાધેશ્વરી આશ્રમ ખાતે રામદેવ પારાયણ કથા તથા રામદેવજી મહારાજનો ચાર જુગનો બાર પોહર પાઠનું આયોજન

0

સાત દિવસ સૂધી વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે

સુત્રાપાડા તાલુકાના મટાણા ગામે આવેલ શ્રી પાધેશ્વરી આશ્રમ ખાતે ઉપવાસી મહંત કરસનદાસ બાપુ તથા પુ. સદગુરૂ દેવ સંત શ્રી વ્યાસ દલપતરામ બાપાના પરમ આશીર્વાદથી રામદેવ પારાયણ કથા તથા રામદેવજી મહારાજનો ચાર જુગનો બાર પોહર પાઠનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આ કાર્યક્રમની રૂપરેખામાં કથા પ્રારંભ તા.૨૭-૧૨-૨૩ને બુધવારથી તા.૨-૧-૨૪ને મંગળવાર સુધી ચાલશે. જેમાં આ કથાના વ્યાસપીઠ ઉપર બિરાજમાન પ્રવક્તા શ્યામદાસ બાપુ દ્વારા મધુર શૈલીમાં કથાનું રસ પાણ કરવામાં આવશે. આ કથાનો સમય સવારે ૯ઃ૩૦ થી ૨ઃ૦૦ વાગ્યા સુધી રહેશે તથા રામદેવજી મહારાજનો ચાર જુગનો બાર પોહર પાઠની રૂપરેખામાં જ્યોત પ્રાગટ્ય તા.૨૭-૧૨-૨૩ને બુધવારના સાંજના સાત કલાકે તથા જ્યોત વિરામ તા.૨૮-૧૨-૨૩ને ગુરૂવારે રાત્રિના ચાર કલાકે તથા આ પાટના મુખ્ય આચાર્ય ગાદીપતિ તથા મુખ્ય કોટવાળ ગાદીપતીમાં જાેગેશબાપુ, કાનભગત, હદાભગત, જગદીશ બાપુ, બાલુ ભગત, નોઘણ ભગત, સુરેશ બાપુ, કાળા ભગત, ધાના ભગત, બટુક બાપુ, ભીમા ભગત, બાલુ ભગત, કુંભ સ્થાપના તા.૧૯-૧૨-૨૩ને મંગળવારના સાંજના તથા શક્તિ પાઠના ગાદીપતિ તથા કોટવાળ ગાદીપતિ પ્રભાત બાપુ રાખેજ, ધના ભગત રાખેજ, લખમણ ભગત રાખેજ તથા મુખ્ય દ્વારપાળમાં અરજન ભગત મટાણા, કાળા ભગત પણાદર, કરસનભાઈ પાયાભાઈ મટાણા તથા રામદેવજી મહારાજનું આખ્યાન(ભવાની રામામંડળ દામલી વાળા) તા.૨૮-૧૨-૨૩ને ગુરૂવાર રાત્રિના ૧૦ઃ૦૦ કલાકે રાખવામાં આવેલ છે. તો આ ધાર્મિક કાર્યક્રમનો લાભ લેવા ભક્તગણને પધારવા મહંત કરસનદાસ બાપુ ઉપવાસી તથા દક્ષ બાપુ ગુરૂ દલપતરામ બાપા સ્નેહ ભર્યું હાર્દિક નિમંત્રણ પાઠવેલ છે.

error: Content is protected !!