સુત્રાપાડાના નવાગામ ખાતે કળશ યાત્રાનું ભવ્ય સ્વાગત : આરતી, પૂજા કરાઈ

0

શ્રી રામ ભગવાનની કળશ યાત્રા સુત્રાપાડા તાલુકાના નવાગામ ખાતે રથ આવતા કળશમાં કંકુ ચોખા છાટીને ગામ ભાઈઓ તથા બહેનોએ શ્રી રામજીની સંધ્યા આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી. આ તકે સરપંચ પ્રતાપભાઈ બાભણીયા, રામસીંગભાઈ ઉપસરપંચ, નાથાભાઈ માજી સરપંચ, બાલુભાઈ માજી સરપંચ, રાજાભાઈ માજી સરપંચ, બાબુભાઈ ખીમભાઈ, ગીગાભાઈ, પાચાભાઈ, માલાભાઈ, કડવાભાઈ આર.એસ.એસ. તથા હેમંતભાઈ જાદવ, ભરતભાઈ આર.એસ.એસ. સહિતના ગ્રામજનો મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો હાજરી આપી હતી.(તસ્વીર ઃ જાદવભાઈ ચુડાસમા)

error: Content is protected !!