જૂનાગઢ તાલુકાના ડેરવાણ ગામની સીમમાં રેલ્વે ટ્રેક ઉપર પડતું મુકી વૃધ્ધાનો આપઘાત

0

જૂનાગઢ તાલુકાના ડેરવાણ ગામની સીમમાં ટ્રેન નં-૦૯પ૬૬ નીચે રેલ્વે પાટા ઉપર પોતાનું શરીર પડતું મુકી અને એક વૃધ્ધાએ આપઘાત કર્યો હોવાનો બનાવ બનવા પામતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવ અંગે કેશોદ પોલીસે આપેલી વિગત અનુસાર, વંથલી તાલુકાના લુસાળા ગામના વિનીતાબેન ઉર્ફે વનીબેન નાજાભાઈ બકોતરા(ઉ.વ.પ૦)ને છેલ્લા ૧૮ વર્ષથી માનસિક બિમારી હોય જેની દવા પણ ચાલું હોય જે બિમારીના કારણે કંટાળી જઈ પોતે પોતાના ઘરેથી નીકળી જઈ ડેરવાણ ગામની સીમમાં ટ્રેન નંબર-૦૯પ૬૬ની નીચે રેલ્વે પાટા ઉપર પોતાનું શરીર પડતું મુકી અને આ આપઘાત કરેલ છે. વૃધ્ધાએ ટ્રેન હેઠળ પડતું મુકી અને આપઘાત કર્યાની અંગે જાણ કેશોદ પોલીસને થતા કેશોદ પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

error: Content is protected !!